Home /News /kutchh-saurastra /

રાજકોટ : 'નો પાર્કિંગ ઝોન"માં જ પોલીસકર્મીઓના વાહનોના થપ્પા

રાજકોટ : 'નો પાર્કિંગ ઝોન"માં જ પોલીસકર્મીઓના વાહનોના થપ્પા

રાજકોટ પોલીસ કમિશ્નરની કચેરી

રાજકોટ પોલીસ કમિશ્નરની કચેરી બહાર જ પોલીસ અધિકારીઓ ટ્રાફિક નિયમના લીરેલારા ઉડાડતા દ્રશ્યો દેખાય છે.

    હાઇકોર્ટની ફટકાબાદ ટ્રાફિક પોલીસ સફાળી જાગી છે. જેના પગલે ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઇવ ચલાવી રહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ટ્રાફિક પોલીસનું ટ્રાફિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એક બાજુ ટ્રાફિક પોલીસ નિયમ ભંગ કરનાર તમામ પાસેથી દંડ વસૂલી રહી છે. પોલીસે સરકારી બાબુઓની પણ સહેજ પણ શરમ ભર્યા વગર દંડ ફટકાર્યા છે. આમ ટ્રાફિક પોલીસની કામગીરી વખાણવા લાય છે. પરંતુ રાજકોટમાં ખુદ પોલીસ જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા.

    મળતી માહિતી પ્રમાણે રાજકોટ પોલીસ કમિશ્નરની કચેરી બહાર જ પોલીસ અધિકારીઓ ટ્રાફિક નિયમના લીરેલારા ઉડાડતા દ્રશ્યો દેખાય છે. પોલીસ કમિશ્નર કચેરી બહાર નો પાર્કિંગનો બોર્ડ લગાવ્યું હોવા છતાં પોલીસ કર્માચારીઓના ખાનગી વાહનોના થપ્પા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ખુદ પોલીસ જ ટ્રાફિકના નિયમોને ગોળીને પી ગઇ હોય તો સામાન્ય લોકોની વાત જ શું કરી શકાય.

    નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો


    સુત્રોના જણાવ્યા પ્રમાણે મ્યુનિસિપર કમિશ્નરે પાર્કિંગ દબાણ દૂર કરવા માટે જાહેરાત કરી છે. પોલીસની સાથે જ રાખીને દબાણ દૂર કરવા સંયુક્ત ઓપરેશન હાથ ધરવાના છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પાર્કિંગ દબાણ દૂર કરવાની જાહેરાત બાદ પણ પોલીસ જ ગેરકાયદે પાર્કિંગ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે ગેરકાયદે પાર્કિંગને લઇને મનપાએ એક્શન પ્લાન બનાવ્યો છે.

    જે અંતર્ગત જાહેર માર્ગો પર પાર્કિંગ કરાવી શાળા, કોલેજ અને મોલ્સને નોટીસો ફટકારવામાં આવશે. આગામી 48 કલાકમાં ટ્રાફિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશ પણ હાથ ધરવામાં આવશે. પરંતુ પોલીસ જ ટ્રાફિક નિયમોનો ભંગ કરતી હોય તો સામાન્ય માણસ ઉપર પોલીસ કેવી રીતે કાર્યવાહી કરશે એ જ મોટો પ્રશ્ન છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Np parking zone, Police commissioner office, Police men, Traffice drive, ગુજરાત, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन