રાજકોટમાં મહિલા પોલીસ કર્મીનું ગળું દબાવી અને પોતાના ક્વાર્ટરમાં હત્યાનો પ્રયાસ કરનાર પોલીસ કોન્સ્ટેબલ રેશાદ સિંજાત સસ્પેન્ડ, 307નો ગુનો દાખલ
Rajkot News: પોલીસ કોન્સ્ટેબલ રેશાદ સીંજાત (Rajkot Police Constable Reshad Sinjat) ને કરવામાં આવ્યો સસ્પેન્ડ, 307 હેઠળ નોંધાયો ગુનો, મહિલા કોન્સ્ટેબલ (Woman Constable) ક્વાર્ટરમાં થી બેભાન હાલતમાં મળી આવી હતી
Rajkot News : રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રેશાદ સિંજાત (Rajkot Police Constable Reshad Sinjat) સામે હત્યાની પ્રયાસનો (Attempt of Murder) ગુનો નોંધવામાં આવ્યો છે. રેશાદ સિંજાતના ક્વાર્ટરમાંથી મંગળવારના રોજ મહિલા પોલીસ બેભાન હાલતમાં (Woman Constable found unconscious) મળી આવી હતી. સમગ્ર મામલે રેશાદ સિંજાત વિરૂદ્ધ ગુનો નોંધાતા તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રામનાથ પરા પોલીસ લાઈનમાં મંગળવારના રોજ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રેશાદ સિંજાત ના ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલ બેભાન હાલતમાં મળી આવી હતી. મહિલા કોન્સ્ટેબલ બેભાન હાલતમાં મળી આવતાં તેને દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
'મારું ગળું દબાવી મારી હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો'
બેભાન હાલતમાં રહેલી મહિલા કોન્સ્ટેબલ ભાનમાં આવતા તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મામલતદાર સમક્ષ મહિલા કોન્સ્ટેબલ ભાનમાં આવતા તેનું ડીડી નોંધવામાં આવ્યું છે. મહિલા કોન્સ્ટેબલે નોંધાવતા જણાવ્યું છે કે, રેશાદ સિંજાત ઘણા સમયથી મને હેરાન પરેશાન કરતો હતો. તેમજ જાતીય સતામણી પણ કરતો હતો. મંગળવારના રોજ તેણે પોતાના ક્વાર્ટરમાં મારું ગળું દબાવી મારી હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે પ્રયાસ અંતર્ગત હું બેભાન થઈ જતા મને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
307 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી
સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા રેશાદ સિંજાત વિરૂદ્ધ IPC ની કલમ 307 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હતી. રેશાદ સિંજાત વિરૂદ્ધ ગુનો નોંધાતા તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હોવાનુ સામે આવ્યું છે.
સિંજાત ના ત્રાસથી અનેક મહિલા પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ કંટાળી ગયા છે
રાજકોટ શહેરના મહિલા પોલીસના સૂત્રો મારફતે જાણવા મળી રહ્યું છે કે, રેશાદ સિંજાત ના ત્રાસથી અનેક મહિલા પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ કંટાળી ગયા છે. અગાઉ પણ રેશાદ સિંજાત દ્વારા ભાવનગર ની બ્રાહ્મણ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. તે સમયે પણ તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર