રાજકોટ શહેરમાં (Rajkot) અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પરિવારે જે યુવાન સાથે તરુણી ની સગાઈ (Engagement) તોડી નાખી હતી. એજ યુવાને તરુણીને લગ્નના ઇરાદે ભગાડી જતાં અપહરણ (Kidnapping) કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. રાજકોટ શહેરના થોરાળા પોલીસ (Rajkot Police) સ્ટેશનમાં રાહુલ પંકજભાઈ પરમાર નામના શખ્સ વિરુદ્ધ તરુણીને ભગાડી જવાના મામલે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે તરુણીના પિતાએ થોડા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ. તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. સંતાનમાં રહેલ 14 વર્ષીય સૌથી મોટી પુત્રી ના દોઢ વર્ષ પહેલા જ્ઞાતિના રીત રિવાજ મુજબ કુબલિયાપરામાં રહેતા રાહુલ નામના યુવાન સાથે સગાઈ કરવામાં આવી હતી.
પુત્રી સાથે સગાઈ કર્યા બાદ રાહુલ ને દારૂ પીવાની ટેવ હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે એક મહિના પહેલા જ તેની સાથે અમે સગાઈ તોડી નાખી હતી. ત્યારે ત્રણ દિવસ પહેલા કુટુંબમાં મરણ નો બનાવ બન્યો હોય જેના કારણે હું અને મારી પત્ની 25 તારીખના રોજ સંબંધીને ત્યાં ગયા હતા.
આ પણ વાંચો : અમદાવાદ : આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! રીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી
સાંજે ઘરે પરત આવતા મારી મોટી પુત્રી ઘરમાં જોવા નહોતી મળી. ત્યારબાદ રાહુલના ઘરે પણ તપાસ કરવા જતા રાહુલ પણ તેના ઘરે નહોતો મળ્યો. જેથી રાહુલ જ પુત્રીને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયા હોવાની શંકા ન બનતા અમે અપહરણની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આમ, નાનકડી ઉંમરમાં દીકરીનું સગપણ કરવું માતા-પિતાને ભારે પડ્યું છે. નાનકડી ઉંમર હોવાના કારણે દીકરીઓ સહેલાઈથી ભોળવાઈ જતી હોય છે અને તેના કારણે ન કરવાનું કામ પણ તે કરી બેસતી હોય છે.
આ પણ વાંચો : સુરત : વરાછામાં રોડ રોમિયોનો આતંક! હીરાના કારખાનામાં કામ કરતી મહિલાને કહ્યું, 'એ આઇટમ'
ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે રાજકોટ શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. જે કિસ્સામાં રાજકોટ શહેરમાં પાંચ વર્ષ પૂર્વે 16 વર્ષીય સગીરાને ભગાડી જનાર પરપ્રાંતીય શખ્સ ત્યારે ઝડપાયો હતો જ્યારે કે તે સગીરા થકી ત્રણ સંતાનોનો પિતા બની ચૂક્યો હતો.