Home /News /kutchh-saurastra /

Rajkot Police commissioner મનોજ અગ્રવાલ સામે તપાસનો આદેશ, DGP કરશે ઈનક્વાયરી

Rajkot Police commissioner મનોજ અગ્રવાલ સામે તપાસનો આદેશ, DGP કરશે ઈનક્વાયરી

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. DGP કરશે તપાસ

Police Commissioner Manoj Agrawal Corruption Cases : રાજકોટના પોલીસ કમિશનર પર સનસનાટી ભર્યા કટકીના આરોપો લાગ્યા બાદ આ મામલો પ્રકાશમાં લાવનાર ગોવિંદભાઈની ભાજપના નગરસેવકે કરી વાહવાહી, સમગ્ર મામલો ચર્ચાના ચકડોળે

    રાજકોટમાં પોલીસના (Rajkot Police Commissioner) કથિત મેગા ભ્રષ્ટાચારનો (Corruption) મામલો આખા રાજ્યમાં ગરમાયો છે. ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદ પટેલ (govind Patel allegation) દ્વારા રાજકોટના પોલીસ કમિશનરના કથિત ભ્રષ્ટાચાર અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી (Home Minister Harsh Sanghavi)ને પત્ર લખી અને કમિશનર કટકી લેતા હોવાનો આરોપ લગાવતા માહોલ ગરમાઈ ગયો છે. વિપક્ષોએ ભાજપ પર હલ્લાબોલ કર્યો છે તો આ મામલે ગોવિંદ ભાઈ ફરિયાદનો હવાલો આપી રહ્યા છે. સમગ્ર મામલે હવે ગાંધીનગરથી (gandhinagar) તપાસના આદેશ છૂટ્યા છે.

    ગાંધીનગરથી ગૃહ વિભાગ દ્વારા રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Rajkot Police Commissioner Manoj Agrawal) પર 75 લાખના કથિત કટકી કાંડ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

    3 દિવસમાં તપાસ કરી ગૃહ રાજ્ય મંત્રીને રિપોર્ટ સોંપવામાં આવશે

    રાજ્યના પોલીસ વડા (DGP Ashish Bhatiya) દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે. રાજ્યના ગૃહ વિભાગે ડીજીપી આશિષ ભાટીયા પાસેથી તપાસનો રિપોર્ટ માંગ્યો છે. આ મામલે ડીજીપી ત્રણ દિવસમાં તપાસ કરી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રિપોર્ટ સોંપશે.

    રાજકોટના પોલીસ કમિશનર સામે તપાસનો આદેશ


    બનાવ શું છે

    બનાવની વિગતો એવી છે રાજકોટના મહેશ સખીયાના નામના વ્યક્તિ સાથે 12 કરોડની છેતરપિંડી થઈ હતી. આ મામલે તેમણે પોલીસ કમિશનરને કથિત રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરે આ મામલે ફરિયાદ લેવાના બદલે અરજી લઈ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા અને વિરલ ગઢવી પ્રથમ માળે પોતાની ચેમ્બરમાં લઈ ગયા હતા.

    આ પણ વાંચો :  Rajkot: Police Commissioner મનોજ અગ્રવાલ પર MLA ગોવિંદ પટેલનો આરોપ, 'ઉઘરાણીમાં કટકી વસૂલી'

    મહેશ સખિયાએ પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને ફરિયાદ કરી હતી

    આ મામલે મહેશ સખિયાએ પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને ફરિયાદ કરી હતી. ત્યારબાદ ફરિયાદીઓ સમગ્ર મામલે સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. ફરિયાદીઓ હર્ષ સંઘવીને મળ્યા બાદ ફરિયાદ દાખલ થઈ હતી. આ મામલે 75 લાખ રૂપિયાની કટકી પોલીસ કમિશનરે કરી હોવાનો એમ.એલ.એ ગોવિંદ પટેલનો આરોપ છે. આ સાથે જ ગોવિંદ પટેલે સમગ્ર ઘટના અંગે એક લેટર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો છે. ગઢવીએ અમારી પાસે ઉઘરાણીને રકમના 30 ટકા આપવા માટે કહ્યુ હતું, આખથખરે 12 કરોડની ઉઘરાણીના મામલે નેગોસિએશન કરતા 15 ટકા લેખે 1.80 કરોડ આપવા પડશે એવું કહ્યું હતું.

    ગોવિંદ પટેલની વાહ વાહી કરતા પોસ્ટ લાગ્યા

    સમગ્ર મામલે રાજકોટમાં ગોવિંદ પટેલ હીરો બની ગયા હોય તેવો માહોલ છે. આ મામલા બાદ ગોવિંદ ભાઈ પટેલની વાહવાહ કરી અને અભિનંદન આપતા પોસ્ટ સોશિયલ મીડિયામા નગર સેવક નિતીન રામાણીએ લગાવ્યા છે. આમ રાજકોટમાં આ રાજકીય એન્કાઉન્ટરમાં પોલીસ વિભાગની આબરુના ધજાગરા ઉડી ગયા છે.



    રાજકોટના ધારાસભ્ય તરીકે મારી ફરજ છે : ગોવિંદ પટેલ

    દરમિયાન ગઈકાલે ગોવિંદ પટેલે આ મામલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પોતે રાજકોટના ધારાસભ્ય હોવાના સબબે આ મામલે તેમને ફરિયાદ મળતા તેમણે સરકારનુ ધ્યાન દોર્યુ હોવાનું જણાવ્યું હતું. જોકે, જેટલો ખોંખારો ખાઈને પત્ર લખવામાં આવ્યો એટલો ઉંચો સૂર ગોવિંદ પટેલે પત્રકાર પરિષદમાં ન બતાવતા તેમને પણ ઉચ્ચ સ્તરેથી ઠપકો મળ્યો હોવાનું સુમાહિતગાર સૂત્રો જણાવી રહ્યા છે.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર