રાજકોટ :સલૂનમાં લૂંટ ચલાવનાર 3 પોલીસ કૉન્સ્ટેબલની ધરપકડ

રાજકોટના (Rajkot) યુનિવર્સિટી રોડ પર આવેલા હેર સલુનમાં (Hair Saloon)થી લૂંટ કરનાર 3 કૉન્સ્ટેબલ (Constable) અને 1 વોર્ડન ઝડપાયા

News18 Gujarati
Updated: September 9, 2019, 3:06 PM IST
રાજકોટ :સલૂનમાં લૂંટ ચલાવનાર 3 પોલીસ કૉન્સ્ટેબલની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 9, 2019, 3:06 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : રાજકોટમાં (Rajkot) પોલીસ (Police)ની વર્દીને શર્મિંદા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા એક સલૂનમાં પોલીસકર્મીઓએ ગાંધીગ્રામ (Gandhigram) પોલીસકર્મી તરીકેની ઓળખ આપી અને લૂંટ (Loot) ચલાવી હતી. આ મામલે આજે રાજકોટ પોલીસે 3 પોલીસ કૉન્સ્ટેબલ (Police Constable) અને એક ટ્રાફિક વોર્ડન (Traffic) Warden) સહિત ચારની ધરપકડ (Arrest) કરી છે.

ગત 6 સપ્ટેમ્બરના રોજ આ ઠગ ટોળકીએ પોલીસ તરીકેની ઓળખ આપી અને સલુનમાંથી 85,000 રોકડા અને CCTV કેમેરાં તેમજ DVRની લૂંટ ચલાવી હતી. પોલીસે આ મામલે ટ્રાફિક પોલીસના 3 કૉન્સ્ટેબલ કેયુર આહીર, જોગેશ ગઢવી, પ્રવીણ મહીડા અને ટ્રાફિક વોર્ડન નવઘણ દેગડાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :  'બાપુ માફી નહીં માંગે,' ઇન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યા

હેરમાં સૌથી મોટો માથાનો દુખાવો હોય તો તે ટ્રાફિકનો પ્રશ્ન છે. ટ્રાફિક પોલીસ ટ્રાફિકને કંટ્રોલ કરવાનાં બદલે અવનવા ગતકડા કરતી રહે છે. રાજકોટ ટ્રાફિક પોલીસનાં આજે બે ચહેરા સામે આવ્યાં હતાં. એક તરફ જે વાહન ચાલકો હલ્મેટ પહેરી વાહન ચલાવતા હતાં તેને લાડવાની પ્રસાદી ખવડાવી મોઢા મીઠા કરાવ્યાં, તો બીજી તરફ એક લૂંટ થઇ હતી. તેમાં 3 ટ્રાફિક પોલીસનાં નામ ખુલ્યાં હતા.
First published: September 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...