Home /News /kutchh-saurastra /રાજકોટઃ 'સાહેબ મારી માં બહેનનું મોઢું જોવા માગતી'તી પણ... સગી બહેનનું અપહરણ કરનાર ભાઈએ પોલીસને જણાવ્યું કારણ
રાજકોટઃ 'સાહેબ મારી માં બહેનનું મોઢું જોવા માગતી'તી પણ... સગી બહેનનું અપહરણ કરનાર ભાઈએ પોલીસને જણાવ્યું કારણ
પકડાયેલા ભાઈ અને તેના મિત્રોની તસવીર
Rajkot news: રાજકોટ શહેરના આલાપ ગ્રીન સીટી પાછળ આવેલા દ્વારકેશ પાર્ક શેરી નંબર સાત મા સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતા દિપેશભાઈ પંચાસરા નામના યુવકે પોતાની પત્નીનું અપહરણ સગા સળા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
રાજકોટઃરાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સગા ભાઇએ સાસરિયામાં રહેલી સગી બહેનનું (brother kidnaping sister) અપહરણ કર્યું હતું. સમગ્ર મામલે બનેવીએ નોંધાવેલી પોલીસ ફરિયાદના (police complaint) કારણે યુનિવર્સિટી પોલીસ (University police station) દ્વારા તાત્કાલિક અસરથી સગા ભાઇ તેમજ તેના ત્રણ અપહરણ કરતા મિત્રોની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ અપહરણ કરાયેલી બહેનને મુક્ત કરાવી તેના પતિ સહિતના પરિવારજનો સાથે તેનું મિલન કરાવવામાં આવ્યું છે. ત્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ભાઈએ માતાની બીમારીનું કારણ આગળ ધરી બહેનનું અપહરણ કર્યાનું જણાવ્યું છે.
શુ બની હતી સમગ્ર ઘટના રાજકોટ શહેરના આલાપ ગ્રીન સીટી પાછળ આવેલા દ્વારકેશ પાર્ક શેરી નંબર સાત મા સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતા દિપેશભાઈ પંચાસરા નામના યુવકે પોતાની પત્નીનું અપહરણ સગા સળા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર મામલે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ આપેલ ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ દ્વારા આઈપીસીની કલમ 365, 451, 120(b) મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ કરવામાં આવી હતી.
યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપીઓની કારને આંતરીને ગોંડલ ચોકડી થી તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. આરોપીએ અપહરણ બાબતે પોલીસને જણાવ્યું હતું કે, તેની બહેને જે વિવાહ કર્યા છે તેનાથી ઘરના તમામ સભ્યો નારાજ છે. ત્યારે બહેને પ્રેમ વિવાહ કર્યા ત્યારથી મમ્મીની તબિયત ખૂબ જ નરમ ગરમ રહે છે. હાલ તે હોસ્પિટલના બિછાને હોય અને દીકરી નું મોઢું જોવા માગતા હોય તે માટે તેમણે અનેક વખત આજીજી કરી છે. પરંતુ બહેન ટસની મસ ન થતી હોવાના કારણે બહેનને બળજબરીપૂર્વક ઉઠાવવાની ફરજ પડી હતી.
ફરિયાદી બનેવીએ શુ જણાવ્યુ હતુ ફરિયાદમા યુનિવર્સિટી પોલીસમાં ખીમજીભાઈ પંચાસરા નામના યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે મૂળ પડધરીના દેપાળિયા ગામનો વતની છે અને છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેરના આલાપ ગ્રીન સીટી પાછળ આવેલા દ્વારકેશ પાર્ક માં સનરાઈઝ એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહે છે.
" isDesktop="true" id="1125498" >
દીપેશ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે 13મી મેના રોજ મેં વડીયા ખાતે મોટી પાનેલીની પત્ની ઉર્મિલા જસાભાઈ સરેણા સાથે પ્રેમ વિવાહ કર્યા છે. લગ્ન બાદ હું મારી પત્ની સાથે તેમજ માતા પિતા અને ભાઈ સાથે રાજકોટ રહુ છું. સોમવાર સાંજના હું ઘરે જતો હતો ત્યારે મારા પિતા નો ફોન આવ્યો હતો કે તારો સાળો નિતીન અને બીજા ત્રણ અજાણ્યા શખ્સો ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બળજબરીપુર્વક તારી પત્ની ઉર્મિલા ને ઈકો ગાડીમાં બેસાડીને લઈ ગયા છે.
બનાવની જાણ થતાની સાથે જ તરત મારા ઘરે પહોંચ્યો હતો. મારા સાળા નીતિને મને અગાઉ ધમકી પણ આપી હતી કે, હું મારી બહેનને તારી સાથે રહેવા નહિ દઉં અને તેને મારી સાથે લઈ જઈશ. જે ધમકી મુજબ મારા સાળાએ અન્ય શખ્સો સાથે કાવતરું ઘડી મારી ગેરહાજરીમાં મારા ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મારી પત્ની ઉર્મિલા નું અપહરણ કર્યું છે.