ખેડૂતોને આશા હવે રવિ પાક સારો થશે, રાજકોટમાં ૯૫ હજાર હેકટરમાં કરાયું વાવેતર

News18 Gujarati
Updated: December 9, 2019, 7:36 PM IST
ખેડૂતોને આશા હવે રવિ પાક સારો થશે, રાજકોટમાં ૯૫ હજાર હેકટરમાં કરાયું વાવેતર
રાજકોટમાં ૯૫ હજાર હેકટરમાં રવિ પાકનું વાવેતર

ખેડૂતોને પણ આશાવાદ છે કે ભલે ખરીફ પાકમા કુદરતે તેમને રડાવ્યા હોય. પરંતુ રવિ પાકથી ખરા અર્થમા તેમનો અને તેમના પરિવારજનોનો આર્થિક ઉદય થશે

  • Share this:
ગત વર્ષે ખેડૂતો ને એમ હતું કે વરસાદ સારો થતા તેમને મબલક આવક થશે. પરંતુ કમોસમી વરસાદ થવાના કારણે ઘણા ખેડૂતો ને નબળા દિવસો જોવાના વારા આવ્યા હતાં. કોઈએ સરકાર ની આંખ ખોલવા પ્રતીક સમાધિ લીધી હતી. તો કોઈએ આપઘાત કરી સરકારની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે હવે ખેડૂતો ને આશા છે કે ગત વર્ષે વરસાદ પડતા જળાશયોમા જે નીરની આવક થવા પામી છે તેના કારણે આ વર્ષે રવિ પાકનુ ઉત્પાદન સારુ રહેશે.

રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી થયું ૯૫ હજાર હેકટરમાં થયું રવિ પાકનું વાવેતર
તાજેતરમા જ સરકાર દ્વારા ખરીફ પાકમા ખેડૂતોને થયેલ નુકશાન અંગે પેકેજ પણ જાહેર કરવામા આવ્યુ છે. જે અંગે ખેડૂતો પાસેથી અરજી પણ મંગાવવામા આવી છે. અત્યાર સુધીમા 20 હજાર જેટલા ખેડૂતોએ રાહત પેકેજ મેળવવા ખેતીવાડી વિભાગમા અરજી કરી છે. તો બિજી તરફ અત્યાર સુધીમા રવિપાકનુ વાવેતર રાજકોટ જિલ્લામા 95 હજાર હેકટરમા થવા પામ્યુ છે. ત્યારે આગામી દિવસોમા હજુ એક લાખ હેકટરમા વાવેતર થવાની શક્યતા સેવાઈ રહેલી છે.

હાલમાં ઘંઉનુ વાવેતર - 51114 હેકટર, ચણાનુ વાવેતર - 17989 હેકટર, જીરાનુ વાવેતર - 8294 હેકટર, ધાણાનુ વાવેતર - 3635 હેકટર, લસણનુ વાવેતર - 2130 હેકટર, ડુંગળીનુ વાવેતર - 2820 હેકટર, શાકભાજીનુ વાવેતર - 2746 હેકટર અને ઘાસચારાનુ વાવેતર - 4356 હેકટર થયું છે.

તો બિજી તરફ ખેડૂતોને પણ આશાવાદ છે કે ભલે ખરીફ પાકમા કુદરતે તેમને રડાવ્યા હોય. પરંતુ રવિ પાકથી ખરા અર્થમા તેમનો અને તેમના પરિવારજનોનો આર્થિક ઉદય થશે. ભલે અત્યાર સુધી ખેડૂતોને પાક વિમા કંપની દ્વારા પાક વિમો નથી ચુકવવાામા આવ્યો. તો બિજી તરફ સરકાર પણ રાહત પેકેજમાંથી રાહત મેળવવા માંગતા ખેડૂતો પાસેથી હજુ 31 ડિસેમ્બર સુધી અરજીઓ સ્વિકારશે. ત્યારે હજુ પાકવિમા કંપની પાસેથી કે પછી સરકાર પાસેથી ખેડૂતોને સહાય રુપે એક રુપિયો નથી મળ્યો. પરંતુ ખેડૂતોને આશા છે કે રવી પાકના ઉત્પાદનથી તેમનો અને તેમના પરિવારજનોનો આર્થિક ઉદય થશે.
First published: December 9, 2019, 7:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading