પાયલ બુટાણી ફરી આવી વિવાદમાં..રેપ કેસમાં ફીટ કરવાની ધમકી આપી પડાવ્યા રૂપિયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 6, 2017, 6:05 PM IST
પાયલ બુટાણી ફરી આવી વિવાદમાં..રેપ કેસમાં ફીટ કરવાની ધમકી આપી પડાવ્યા રૂપિયા
રાજકોટની ચર્ચાસ્પદ યુવતી પાયલ બુટાણી અને નેહા પિત્રોડા ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. પાયલ બુટાણી અને તેની ગેંગ દ્વારા વેપારી અને ફ્લેટ માલિકને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને શહેરના તાલુકા પોલીસે ત્રણ મહિલા તેમજ એક અન્ય શખ્સની ધરપકડ કરી છે. પાયલ અગાવું ધાકધમકી, બ્લેકમેઇલિંગ, રુપીય પડાવવા, પ્રોહીબીશન, બીભસ્ત સીડી સહિતના અનેક ગુનાહોમાં પોલીસ ચોપડે ચડી ચુકી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 6, 2017, 6:05 PM IST
રાજકોટની ચર્ચાસ્પદ યુવતી પાયલ બુટાણી અને નેહા પિત્રોડા ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. પાયલ બુટાણી અને તેની ગેંગ દ્વારા વેપારી અને ફ્લેટ માલિકને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને શહેરના તાલુકા પોલીસે ત્રણ મહિલા તેમજ એક અન્ય શખ્સની ધરપકડ કરી છે. પાયલ અગાવું ધાકધમકી, બ્લેકમેઇલિંગ, રુપીય પડાવવા, પ્રોહીબીશન, બીભસ્ત સીડી સહિતના અનેક ગુનાહોમાં પોલીસ ચોપડે ચડી ચુકી છે.
થોડા સમય પહેલા વિવાદિત બિલ્ડર કમલેશ રામાણી સાથેના વિવાદોમાં પાયલ અને નેહાનું નામ સામે આવ્યું હતું તો અગાવ બંને યુવતીઓ અશ્લીલો સીડી અને બીયર સાથે પણ પકડાઈ ચુકી છે. ત્યારે હવે બંને યુવતીઓ નું ફરીથી નામ ચર્ચામાં આવ્યું છે.
શહેરના નાના મૌવા રોડ પર આઃટા લલિત ચનીયારા નામના વ્યક્તિએ વ્રજ એપાર્ટમેન્ટમાં આવેલો પોતાનો ફ્લેટ એક વર્ષ પહેલા પાયલને રહેવા માટે આપ્યો હતો. જોકે સમયાંતરે ફ્લેટમાં ગેરપ્રવૃત્તિ ની ફરિયાદો આવતા ફ્લેટ માલિકે ફ્લેટ ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ ફ્લેટ ખાલી કરવાના બદલે પાયલ અને તેની ગેંગ દ્વારા આ વેપારી ફ્લેટ માલિકને બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા અને ફ્લેટ ખાલી કર્યો ના હતો. જોકે અંતમાં વેપારી ફ્લેટ મ્કાલીકે પાયલ અને તેની ગેંગને રૂપિયા આપી ફ્લેટ ખાલી કરાવ્યો હતો. જોકે વેપારીઓ ફ્લેટ માલિક દ્વારા તાલુકા પોલીસ મથકમાં અરજી કરી હતી અને જેના આધારે ગુનો નોંધાયો હતો અને પૌઅલ બુટાણી, નેહા પિત્રોડા સહીત ચાર શક્શોની પોલીસે ધરપકડ કરી હતી.

શું છે પાયલ ની ક્રાઈમ કુંડળી

૧ - ગાંધીગ્રામ પોલીસ મથક  - બીભસ્ત સીડીનો ગુનો
૨ - ગાંધીગ્રામ પોલીસ મથક - પ્રોહીબીશન નો ગુનો
૩ - માલવિયાનગર પોલીસ મથક - પેટ્રોલ પુરાવી રૂપિયા નહિ આપી નાસી જવાનો ગુનો
૪ - ભક્તિનગર પોલીસ મથક - ષડયંત્ર રચી બળજબરી પૂર્વક રૂપિયા પડાવવાનો ગુનો
૫ - તાલુકા પોલીસ મથક - જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો
૬ યુનિવર્સીટી પોલીસ મથક - જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો
First published: May 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर