રાજકોટ : રંગપરમાં Lockdownનો અમલ કરાવવા જતા પોલીસ પર પાઈપથી હુમલો


Updated: April 2, 2020, 11:28 PM IST
રાજકોટ : રંગપરમાં Lockdownનો અમલ કરાવવા જતા પોલીસ પર પાઈપથી હુમલો
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની સાંકળ તોડવા સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે પડધરી પોલીસ રંગપર ગામે લોકડાઉનનો અમલ કરાવવા ગઈ હતી.

  • Share this:
સમગ્ર દેશને કોરોના વાયરસે બાનમાં લીધો છે અનેક લોકો કોરોના વાયરસના સકંજામાં આવ્યા છે. કોરોનાની સાંકળ તોડવા સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે પડધરી પોલીસ રંગપર ગામે લોકડાઉનનો અમલ કરાવવા ગઈ હતી. જયાં લોકડાઉનનો ભંગ કરનારનું બાઈક ડીટેઈન કરવા બાબતે ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા કોન્સ્ટેબલને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

કોરોના વાયરસના કહેર સામે પહોંચી વળવા સરકારે કોરોનાની સાકળ તોડવા માટે સમગ્ર દેશને લોકડાઉન કર્યો છે. પોલીસ તંત્ર લોકડાઉનનો અમલ કરાવવા કારણ વગર બહાર નિકળતા લોકો સામે ભંગનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરી રહી છે. ત્યારે પડધરી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ વકારભાઈ અરબ, કોન્સ્ટેબલ વિમલભાઈ રમેશભાઈ વેકરીયા અને ડ્રાઈવર પોલીસવાન લઈ રાજકોટ પડધરી વચ્ચે આવેલા રંગપર ગામે લોકડાઉનનો અમલ કરાવવા ગયા હતા.

રંગપર ગામે કારણ વગર બાઈક સાથે ચારથી પાંચ શખ્સો ટોળુ વળીને ઉભા હતા. પોલીસે ગાડીમાંથી નીચે ઉતરી તમામને ઠપકો આપી બાઈક ડિટેઈન કરવાની કાર્યવાહી કરી હતી. પોલીસ બાઈક ડિટેઈન કરે તે પહેલા જ હાજર રહેલા શખ્સોએ પોલીસ સાથે ઝઘડો કરતા અન્ય શખ્સો પણ ત્યાં આવી ચડયા હતા. પંદરેક લોકોનું ટોળુ એકઠુ થઈ તમામે પોલીસ સાથે ઝઘડો કરી એએસઆઈ વકારભાઈ અરબ સાથે રકઝક કરી કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયા ઉપર પાઈપ વડે હુમલો કર્યો હતો.

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પડધરી પોલીસે ટોળા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા વધુ તપાસ હાથ ધરી છે.
First published: April 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading