Home /News /kutchh-saurastra /Rajkot: હિંગોળગઢ પાસે બાઈક અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત, બે યુવકોનાં મોત
Rajkot: હિંગોળગઢ પાસે બાઈક અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત, બે યુવકોનાં મોત
મૃતકની તસવીર
Rajkot crime news: વિછીયા તાલુકાના હિંગોળગઢ ગામ નજીક બાઇક અને પીકઅપ વાન (pikup van and bike accident) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતના (accident) બનાવમાં ગંભીર રીતે ઘાયલ થનાર બાઈક ચાલક અને તેના મિત્રને સારવાર મળે તે પૂર્વે જ બંનેના મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં વધુ એક અકસ્માતનો (Rajkot news) બનાવ સામે આવ્યો છે. અકસ્માતના બનાવમાં બાઈક (bike accident) ચાલક સહિત બે આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માત સર્જી પીકપ વાહનચાલક ફરાર થતાં વિછીયા પોલીસ (vichhiya police) દ્વારા હાલ પીકપ વાહન ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિછીયા તાલુકાના હિંગોળગઢ ગામ નજીક બાઇક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતના બનાવમાં ગંભીર રીતે ઘાયલ થનાર બાઈક ચાલક અને તેના મિત્રને સારવાર મળે તે પૂર્વે જ બંનેના મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર અકસ્માતની ઘટનામાં અન્ય યુવકનો પગ કપાઈ જતાં તેને સારવાર છે હોસ્પિટલે ખસેડવામાં આવ્યું છે.
પોલીસ વિભાગમાંથી મળતી માહિતી મુજબ વીંછિયાના ઝેરડા ગામે રહેતો રાહુલ પોતાનું બાઇક લઇ તેના બે મિત્રો સાથે વિછીયા તરફ જઈ રહ્યો હતો. આ સમયે હિંગોળગઢ પાસે આવેલા પીકઅપ વાન ચાલકે બાઇકને હડફેટે લેતાં બાઈકમાં સવાર ત્રણેય યુવાનો ફૂટબોલની માફક ફંગોળાયા હતા. જેમાં બાઈક સવાર રણજીત ગઢાદરા ને માથાના ભાગે ઈજા પહોંચી હતી જ્યારે કે અન્ય બે મિત્રો રાહુલ અને વિકાસ મકવાણા ના પગ કપાઈ ગયા હતા.
બનાવના પગલે રાહદારીઓ ના ટોળા એકઠા થયા હતા. પ્રત્યક્ષદર્શી લોકો પૈકી એક વ્યક્તિએ 108ને તેમ જ પોલીસને જાણ કરી હતી. 108ને જાણ થતા તાત્કાલીક અસરથી ઇજાગ્રસ્તોને સારવાર માટે વિછીયા ની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં રણજીત ગઢાદરાનું મોત નીપજ્યું હતું. જ્યારે કે વિકાસ મકવાણાને વિછીયાથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવે તે પૂર્વે જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.
જ્યારે કે રાહુલ બાવળીયા ને વધુ સારવાર માટે ભાવનગર ખસેડ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર આ મામલે વિછીયા પોલીસે પંચનામાની કાર્યવાહી કરી મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. તેમજ અકસ્માત સર્જનાર વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મૃત્યુ પામેલા રણજીત અને વિકાસ માંથી વિકાસ મકવાણા બે બહેનોનો એકનો એક ભાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે એકના એક પુત્રનું મૃત્યુ નિપજતા મકવાણા પરિવાર માં આક્રંદ નો માહોલ છવાઇ ગયો છે. વિકાસ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેમજ પરિવારનો એકમાત્ર આધાર સ્તંભ બની ને ઉભો રહેવાનો હતો.