રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોબાઈલ ફોન અને ચાર્જર સંતાડવાની રીત જોઈને પોલીસ પણ ખંજવાળવા લાગી માથું

રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોબાઈલ ફોન અને ચાર્જર સંતાડવાની રીત જોઈને પોલીસ પણ ખંજવાળવા લાગી માથું
રાજકોટ સેન્ટ્રલ જેલની તસવીર

પાણીની પાઇપની અંદર છુપાવેલો સેમસગ કંપનીનો બ્લુ રંગનો સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન તથા એનએસી કંપનીનું એક ચાર્જર મળી આવ્યા હતાં.

  • Share this:
રાજકોટઃ રાજકોટ સેન્ટ્રલ જેલ (Rajkot jail) જાણેકે મોબાઇલની દુકાન (mobile shop) બની ચુકી હોય તેમ છાસવારે મોબાઈલ ફોન મળી આવતા હોય છે. પોલીસ કમિશનર (Commissioner of Police) દ્વારા ખાસ ટીમની (special team) રચના કરવામાં આવી હતી જે ટીમ દ્વારા મોબાઈલ જેલમાં ઘુસાડનાર તેમજ અન્ય જેલ કર્મીઓની પણ સંડોવણી શોધી કાઢી હતી જે બાદ મોબાઈલ મળવાનો સિલસિલો બંધ થઇ ચુક્યો હતો ત્યારે હવે ફરીથી એક મોબાઈલ અને ચાર્જર મળી આવતા જેલર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાય છે.

મળતી માહિતી પ્રમાણે જેલર ગ્રુપ-2 ડી.પી.રબારીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સામે પ્રિઝન એકટની કલમ 42, 43, 45ની પેટા કલમ 12 મુજબ ફરિયાદ નોંધાવી છે. એફઆઇઆરમાં જણાવ્યું છે કે સ્થાનિક જડતી સ્કવોડના જેલરની રાહબરીમાં કર્મચારીઓને સાથે રાખી નવી જેલ-02 યાર્ડ નં.1ની અંદર ઓચિંતા જડતી શરૂ કરવામાં આવી હતી.એ દરમિયાન પાણીની પાઇપની અંદર છુપાવેલો સેમસગ કંપનીનો બ્લુ રંગનો સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન તથા એનએસી કંપનીનું એક ચાર્જર મળી આવ્યા હતાં. મોબાઇલ ચાલુ હાલતમાં હોવાથી જેલમાં કોણે કોણે ઉપયોગ કર્યો કયાંથી આવ્યો અને કોઇ ગુનાહિત પ્રવૃતિમાં વપરાયો કે કેમ વધુમાં કોઇ કેદી કે જેલ કર્મચારીઓ સંડોવાયા છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-13 ઓક્ટોબરે અંતરિક્ષમાં દેખાશે અદ્ભુત નજારો, ચૂકી ગયા તો 2035 સુધી જોવી પડશે રાહ

મહત્વનું છેકે અત્યાર સુધી અમદાવાદ સહિત રાજકોટની જડતી ટીમ દ્વારા જેલની અંદર અનેક જગ્યાઓથી મોબાઈલ પકડી પાડવામાં આવ્યા હતા. વધુ પ્રમાણમાં મોબાઇલ મળતા હોવાથી આખરે પોલીસ કમિશનર દ્વારા એસીપી કક્ષાના અધિકારીઓ સહિતની ટીમ બનાવવામાં આવી હતી. જેના દ્વારા જેલમાં વપરાતા મોબાઈલ જે કેદીના હતા તેના નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને જેલની અંદર મોબાઈલ લઈ આવવામાં મદદ કરનાર જેલકર્મીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું બહુ પૈસા કમાયો છે' રૂ.50 લાખ આપવા પડશે, માથાભારે માયા યાદવની મોન્ટુ ગાંધીને ખંડણી માટે ધમકી

આ પણ વાંચોઃ-ઠંડી અને પ્રદૂષણથી વધી શકે છે coronaનો ખતરો, AIIMSvના ડાયરેક્ટરે આપી ચેતવણી

ઉલ્લેખીય છે કે પાંચ મહિના પહેલા રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી બેટરી સાથે 4 મોબાઇલ મળી આવતા જેલના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. એક તરફ લોકડાઉન તો બીજી તરફ જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદની ઝડપી સ્ક્વોડે જેલમાં તપાસ કરતા 4 મોબાઇલ મળી આવ્યા હતા.નવી જેલ વિભાગ 1ના યાર્ડ નં. 5ની બેરેક 4 અને બેરેક 2માંથી મોબાઇલ મળી આવ્યા હતા. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. અને વધુ તપાસ હાથધરી હતી. આ અગાઉ પણ લોકડાઉનમાં તમાકુ સાથેના દડાના ઘા જેલની અંદર થયા હતા.
Published by:ankit patel
First published:October 09, 2020, 22:11 pm

ટૉપ ન્યૂઝ