સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા દિવસો પહેલા PHDની વિદ્યાર્થીની સાથે જાતીય સતામણીનો મામલો બહાર આવ્યો હતો. આ ઘટનામાં યુનિવર્સિટીના એન્ટી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલનો રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટ પછી અધ્યાપક રાકેશ જોષીને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.
થોડો દિવસો પહેલા અર્થશાસ્ત્ર ભવનમાં પીએચડીની વિદ્યાર્થીની સાથે એસોસિએટ પ્રોફેસર ડો. રાકેશ જોશીએ છેડતી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ મામલે એસોસિએટ પ્રોફેસરને યુનિવર્સિટી દ્વારા નોટીસ પણ પાઠવવામા આવી હતી.
આવી ઘટના સામે આવતા યુનિવર્સિટી દ્વારા એક સેલ્ફ ગાઈડલાઇન્સ પણ બહાર પાડવામાં આવી હતી. જેમા પ્રોફેસરોએ યુનિવર્સિટીના સમય દરમિયાન જ વિદ્યાર્થીઓ સાથે મળવું. તેમજ સોશિયલ મીડિયામાં વધુ વાત ન કરવી. જેવા જુદા જુદા મુદ્દાઓને ગાઈડલાઈન્સમા સમાવિષ્ટ કરવામા આવ્યા છે.
આ પહેલા પણ સોરાષ્ટ્ર યુનિવર્સિટીના પીએચડી ગાઈડ નિલેશ પંચાલ દ્વારા એક વિદ્યાર્થીનીને છેડતી કર્યાની ઘટના સામે આવી હતી. જે બાદ તેની ગાઈડશીપ પણ રદ્દ કરવામા આવી હતી.