Home /News /kutchh-saurastra /

PG NEETનું પરિણામ જાહેર, રાજકોટનો રચિત અગ્રવાલ આવ્યો પ્રથમ

PG NEETનું પરિણામ જાહેર, રાજકોટનો રચિત અગ્રવાલ આવ્યો પ્રથમ

રચિતના પિતા ડો. દિલિપ અગ્રવાલ રાજકોટની મધુરમ હોસ્પિટલમા આઈ સ્પેશીયાલીસ્ટ...

રચિતના પિતા ડો. દિલિપ અગ્રવાલ રાજકોટની મધુરમ હોસ્પિટલમા આઈ સ્પેશીયાલીસ્ટ...

    મેડિકલ ક્ષેત્રે પોસ્ટગ્રેજયુટ થવા માટે લેવામા આવતી પિજી નીટ 2018ની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. જે પરિણામોમા રાજકોટના એક ડોક્ટરે પ્રથમ ક્રમાંક મેળવી રાજકોટનુ નામ રોશન કર્યુ છે. આ વર્ષે નીટ પીજી 2018મા કુલ 1.27 લાક કરતા પણ વધુ વિધ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાથી 65 હજાર જેટલા વિધ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા.

    આપણે ત્યા કહેવત છે કે સિધ્ધી તેને જઈ વરે જે પરસેવે નહાઈ. તો બિજી કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. ત્યારે આ બંને કહેવતો સાચી કરી બતાવી છે. રાજકોટના રચિત અગ્રવાલ હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ઈન્ટર્ન ડોકટર તરીકે સેવા આપે છે. તો બિજી તરફ સેવા આપવાની સાથે તે પીજી નીટ માટે છેલ્લા સાડા ચાર વર્ષથી તેઓ મહેનત પણ કરી રહ્યા હતા. આ મુદ્દે રચિત અગ્રવાલે જણાવ્યુ હતુ કે, પોતે શરૂઆતમા 5થી 6 કલાક વાંચન માટે ફાળવતો તો સાથો સાથ 5થી 6 કલાક તે સિવિલ હોસ્પિટલમા ઈન્ટર્ન તરીકે સેવા પણ આપતો.

    ઈટીવી સાથેની વાતચીતમા રચિત અગ્રવાલે જણાવ્યુ હતુ કે, પોતાની આ સિધ્ધીમા તેના માતા પીતા તેમજ તેના ભાઈનો પણ ખૂબજ સારો સપોર્ટ રહ્યો છે. તો પોતે પીજી નીટમા ઉતીર્ણ થયા બાદ રેડિયોલોજીમાં સ્પેશીયલાઈઝ કરી તેના મોટા ભાઈની જેમ રેડિયોલોજીસ્ટ બનવા માંગે છે.

    પરિવારના કોઈ પણ સભ્યને સિધ્ધી હાંસલ થાય ત્યારે સૌથી વધુ ખુશી તે ધરની સ્ત્રીને થઈ હોઈ છે. ત્યારે રચિત અગ્રવાલે હાંસલ કરેલ પ્રથમ ક્રમાંકથી તેની માતા આરતી અગ્રવાલ ખૂબ જ ખુશ થઈ હતી. તો ઈટીવી સાથેની વાતચીતમા પોતાના દિકરાએ દેશમા પોતાના પરિવારનુ નામ રોશન કર્યાનુ જણાવ્યુ હતુ.

    રચિતના પિતા ડો. દિલિપ અગ્રવાલ રાજકોટની મધુરમ હોસ્પિટલમા આઈ સ્પેશીયાલીસ્ટ તરીકે સેવા આપે છે. તો રચિતનો મોટો ભાઈ શિમલામા રેડિયોલોજીસ્ટ તરીકે સેવા આપે છે. ત્યારે રચિતે મેળવેલ સિધ્ધીથી ન માત્ર અગ્રવાલ પરિવાર પરંતુ રાજકોટની સાથે સાથ ગુજરાતનુ નામ પણ રોશન થયુ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Declared, છાત્ર, પરિણામ, પ્રથમ, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन