રાજકોટમાં ટ્રાફિક નિયમોનો વિરોધ, 'શું સીએમજી, હેલ્મેટ પહેરવાથી યમરાજ નજીક નહીં આવે?'

News18 Gujarati
Updated: September 16, 2019, 3:07 PM IST
રાજકોટમાં ટ્રાફિક નિયમોનો વિરોધ, 'શું સીએમજી, હેલ્મેટ પહેરવાથી યમરાજ નજીક નહીં આવે?'
રાજકોટમાં વિરોધ થઇ રહ્યો છે.

આજથી ટ્રાફિકનાં નવા નિયમો (Traffic Rules) લાગૂ થઇ ગયા છે. જેમાં ટ્રાફિકનાં નિયમો નહીં પાળો તો આકરા દંડ (Traffic fine) વસૂલવામાં આવશે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : આજથી ટ્રાફિકનાં નવા નિયમો લાગૂ થઇ ગયા છે. જેમાં ટ્રાફિકનાં નિયમો નહીં પાળો તો આકરા દંડ વસૂલવામાં આવશે. આ અંગે રાજકોટવાસીઓએ પણ વિરોધો નોંધાયા છે.

બાર એસોસિએશનના પ્રમુખ સાઇકલ પર આવ્યાં

રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ જી.બી ત્રિવેદીએ આજે સાઇકલ લઇને કોર્ટમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ બાર એસોસિએસનન પ્રમખ આ અંગે જણાવ્યું હતું કે, મને હેલ્મેટ ન મળવાના કારણે આજે હું સાયકલ લઈને પહોંચ્યો છું. હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવા લોકોએ અવનવા રસ્તા અપનાવ્યા છે. પરંતુ મારે તમને જણાવવું કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ અને સીટ બેલ્ટની જરૂર નથી. સરકારના કાયદામાં પણ શહેરી વિસ્તારમાં હેલ્મેટ અને સીટ બ્લેટ પહેરવું ફરજીયાત નથી, આ બે વસ્તુઓની જોગવાઇ નેશનલ હાઇવે પર છે. હાઇકોર્ટે પહેલા પણ સરકારને કહ્યું હતું કે પહેલા આઈએસઆઈવાળી હેલ્મેટ જરૂરિયાત પ્રમાણે બધાને મળે તેવું કંઇ કરો પછી આ નિયમ લાવો.'

આ પણ વાંચો : Traffic Rules ભંગ કરવા અંગે બોલ્યા વાહનચાલકો, 'પહેલા ખાડા પૂરો પછી કહેજો'

સીએમ સામે વિરોધ નોંધાવ્યો

રાજકોટમાં હોટલોમાં રોટલી વેચીને પોતાનું ગુજરાન ચલાવનારા સૈયદમિંયા આમીરમિયાં બુખારી ટ્રાફિકનાં નિયમો સામે વિરોધ નોંધાવે છે. તેમણે પોતાની પર એક કાળા રંગની સ્લેટ લટકાવી છે. જેની પર લખ્યું છે કે, 'સીએમજી લેખિતમાં ખુલાસો આપો કે યમરાજજી હેલ્મેટ પહેરવાથી કોઇની પાસે નહીં આવે. હેલ્મેટ પહેરવાથી ચોરી લૂંટફાટનાં કિસ્સાઓ વધશે. હેલ્મેટ કોઇને મારવાથી ખૂન કેસો પણ વધશે. જો ટ્રાફિક પોલીસ પકડશે તો હું એને નમ્ર ગુજારીશ કરીને કહીશ કે તમે એકવાર ખુલાસો આપો કે હેલ્મેટ પહેરવાથી કોઇની પાસે યમદૂત નહીં આવે, તો બધા જ હેલ્મેટ પહેરશે. જો આવું થતું ન હોય તો આનું કોઇ મહત્વ જ નથી. આનું મહત્વ શહેરની અંદર નથી હાઇવે પર છે. 'આ પણ વાંચો : ટ્રાફિક નિયમોનાં પાલન અંગે સોશિયલ મીડિયામાં લોકોની આવી પોસ્ટથી તમે પણ હસી પડશો

પોલીસ કમિશ્નરે નાગરિકોને અપીલ કરી

રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર સંદીપ સિંહે આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 'આજરોજથી ટ્રાફિકનાં જે નવા નિયમો આવ્યાં છે તેનું અમલીકરણ શરૂ થયું છે. તમામ નાગરિકજનોને અપીલ કરૂં છું કે આ નિયમો બધાની સુરક્ષા અને સલામતી માટે છે. આ સાથે હું પોલીસને પણ કહું છું કે વર્તણૂંક સારી રાખીને તપાસ કરે. પોલીસ નાગરિકોને સમજણ પણ આપશે અને જરૂર પડ્યે તેમની પાસેથી દંડ પણ વસૂલશે. જો કોઇ સરકારી કર્મચારી પણ આ નવા નિયમો નહીં પાળે તો તેઓ પણ દંડાશે.'
First published: September 16, 2019
વધુ વાંચો
अगली ख़बर