Home /News /kutchh-saurastra /

રાજકોટ : ખાધતેલોમાં સટ્ટાખોરી,બેકાબુ બની હોય તેમ છેલ્લા 3 દિવસથી સીંગતેલ અને કપાસીયા તેલમાં રૂપિયા 30નો ઉછાળો

રાજકોટ : ખાધતેલોમાં સટ્ટાખોરી,બેકાબુ બની હોય તેમ છેલ્લા 3 દિવસથી સીંગતેલ અને કપાસીયા તેલમાં રૂપિયા 30નો ઉછાળો

ખાધતેલોમાં

ખાધતેલોમાં સટ્ટાખોરી,બેકાબુ બની હોય તેમ છેલ્લા 3 દિવસથી સીંગતેલ અને કપાસીયા તેલમાં રૂપિયા 30નો ઉછાળો

ખાદ્યતેલના વેપારી જાણાવીયા મુજબ બજારમાં રાજકોટ સહીતના મુખ્ય યાર્ડો બંધ હોય કાચા માલની અછત અને વેચવાલી ઓછી રહેતા આજે સીંગતેલમાં વધુ ૧૫ રૂપીયાનો ભાવ વધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ વધીને ૧૫૫૦ રૂ.અને સીંગતેલ નવા ટીનના ભાવ ૨૫૮૦ થી ર૬૩૦ રૂપીયા હતા તે વધીને ૨૫૯૫ થી ૨૬૪૫ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

વધુ જુઓ ...

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : ખાદ્યતેલમાં(edible oil) ફરી ભાવ વધારો(price rise) ઝીંકાયો છે. જેમાં 3 દિવસમાં રૂ.30 ઉછાળો જોવા મળ્યો છે.સીંગતેલમાં(Peanut oil) રૂ. ૩૦ નો ભાવ(price rise) વધતા સીંગતેલનો(Peanut oil) ભાવ રૂ. ર૬૩૦ર ની સપાટીએ પહોંચી છે. બીજીતરફ કપાસિયા તેલનાં(Cottonseed oil) ભાવમાં પણ વધારો થયો છે. તેમજ કપાસિયા તેલના (Cottonseed oil) ભાવ રૂ. ૨૫૮૦થી રૂ. ર૬૩૦ થયો છે. ખાદ્યતેલમાં થયેલા ભાવ વધારાને પગલે ગૃહણીઓનું બજેટ ખોરવાયું છે. છેલ્લા એક અઠવાડિયાથી સીંગ અને કપાસિયા તેલમાં સતત ભાવ વધારો નોંધાઈ રહ્યો છે.


    ખાદ્યતેલના વેપારી જાણાવીયા મુજબ બજારમાં રાજકોટ સહીતના મુખ્ય યાર્ડો બંધ હોય કાચા માલની અછત અને વેચવાલી ઓછી રહેતા આજે સીંગતેલમાં વધુ ૧૫ રૂપીયાનો ભાવ વધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ વધીને ૧૫૫૦ રૂ.અને સીંગતેલ નવા ટીનના ભાવ ૨૫૮૦ થી ર૬૩૦ રૂપીયા હતા તે વધીને ૨૫૯૫ થી ૨૬૪૫ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. તેમજ કપાસીયા તેલમાં વધુ ૧પ રૂપીયાનો ઉછાળો થતા કપાસીયા તેલ લુઝના ભાવ વધીને ૧પ૧૫ અને કપાસીયા ટીનના ભાવ રપર૦ થી રપ૪૦ રૂ.હતા તે વધીને રપ૩પ થી ૨૫૬૫ રૂ. થયા હતા.


    આ પણ વાંચો: રાજકોટ પોલીસ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓના સંતાનોને દત્તક લેશે


    ખાદ્યતેલોમાં સતત તેજીના કારણે છેલ્લા દિવસમાં સીંગતેલ ડબ્બે ૬૦ રૂ. અને કપાસીયા ટીનમાં ૪૦ રૂ.નો તોતીંગ ભાવવધારો થયો છે. ખાદ્યતેલોમાં તેજી કયારે અટકશે? તેવો પ્રશ્નો લોકોમાં પુછાઇ રહયો છે.

    First published:

    Tags: Cottonseed oil, Peanut oil, Price rise, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन