Home /News /kutchh-saurastra /

કોઇ કાર્યક્રમ ન આપવા SPGને વિનંતી, સરકાર આંધળી બહેરીઃ જયરામ પટેલ

કોઇ કાર્યક્રમ ન આપવા SPGને વિનંતી, સરકાર આંધળી બહેરીઃ જયરામ પટેલ

સિદસર ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ જયરામ પટેલ

પાસ કન્વીનર હાર્દિક પટેલે 19 દિવસના ઉપવાસ બાદ પારણાં કરી લીધા છે ત્યારે હવે એસપીજીના પ્રમુખ લાલજી પટેલે પાટાદાર સમજાના હીત માટેની કેટલીક માંગણીઓ સરકાર સામે મુકી છે.

    હરીન માત્રાવાડિયા, રાજકોટ

    પાસ કન્વીનર હાર્દિક પટેલે 19 દિવસના ઉપવાસ બાદ પારણાં કરી લીધા છે ત્યારે હવે એસપીજીના પ્રમુખ લાલજી પટેલે પાટાદાર સમજાના હીત માટેની કેટલીક માંગણીઓ સરકાર સામે મુકી છે. અને સરકારને માંગણીઓ પુરી કરવા માટે અલ્ટીમેટમ પણ આપ્યું છે. આવી સ્થિતિમાં પાટીદાર અગ્રણની સંસ્થા સિદસર ઉમિયા માતા મંદિરના પ્રમુખ જયરામ પટેલે કોઇ કાર્યક્રમ ન આપવા માટે વિનંતી કરી છે. સાથે સાથે ગુજરાતની શાંતિ ન ડ્હોહળાય તેમ માટે પણ અપલી કરી છે. આ ઉપરાંત તેમણે મીડિયા સાથે વાત કરતા તેમની તળપદી ભાષામાં સરકારને આંધળી અને બહેરી કહી હતી.

    "લાલજી પટેલે સરકરાને પોતાના મુદ્દાઓ આપીને અલ્ટીમેટમ આપ્યું હતું. અમે સંસ્થાઓએ વિચાર કર્યો અને અત્યાર ગુજરાતની શાંતિમાં કોઇ ખલેલ ન પહોંચે અને વાતાવરણ બગડે નહીં. એટલે બધી સંસ્થાઓનો સંદેશો તમારા માટે આપવો. લાલજી પટેલને વિનંતી કરીએ છીએ કે પાટીદારોની મુખ્ય છ સંસ્થાઓ છે જેના કન્વીનર સી.કે. પટેલ છે જેઓ વિદેશમાં હોવાથી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ વિદેશ હોવાથી અમે સંસ્થાઓએ નક્કી કર્યું કે, સિદસર ઉમિયા માતા મંદિરના ઉપ પ્રમુખ તરીકે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ અને એસપીજીના મિત્રને અમે વિનંતી કરીએ છીએ કે તમારા જે પણ મુદ્દાઓ તમારા મુદ્દાઓ સરકારને આપજો. જરૂર પડે તો અમને પણ મુદ્દાઓ આપજો તો અમે પણ સામેલ થઇશું. અત્યારે કોઇ જાતના કાર્યક્રમ ના આપે. અને ગુજરાતની આ શાંતિમાં કોઇજાતની ખલેલ ન થાય. સમાજના આગેવાન તરીકે હું આ લોકોને વિનંતી કરું છું. મને આશા છે કે અમારી આ વિનંતીને આ મિત્રો માન્ય રાખે. "

    સરકારે તમને પ્રેસકોન્ફરન્સ કરવા કહ્યું છે? આ પ્રશ્નના જવાબમાં જયરામ પટેલે કહ્યુ હતું કે,"સરકારે મને કંઇ કહ્યું નથી. અમારા સજાનો પ્રશ્ન છે એટલે આ સમાજની સંસ્થાઓ વતી આ સંદેશો મોકલવા માગતા હતા. "પહેલા પાસ અને પછી એસપીજી આવી છે તમને શું લાગે છે કે, આ રાજકીય સ્ટન્ટ છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, "હું રાજકીય માણસ નથી એટલે હું કંઇ ન કહી શકું પરંતુ ઢોલ વાગે તો આવું બધું થાય"

    માગણીઓ કરનારા સાચા કે સરકાર સાચી તમને કોણ સાચું લાગે છે ? તેના જવાબમાં જયરામ પટેલે કહ્યું હતું કે,"માંગણીઓ કરનારા અડધા સાચા હતો અને અડધા સાચા ન હોય અને સરકાર પણ અડધી સાચી હોય અને અડધી સાચી ન હોય. સરકાર આંધળી અને બહેરી બંને હોય."
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarat Government, Paas, SPG, લાલજી પટેલ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર