રાજકોટની ચોંકાવનારી ઘટના! પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને મળ્યું મોત, યુવતીના ભાઈએ પ્રેમી પાછળ દોટ મૂકતા ખુલ્લા કૂવામાં ખાબક્યો

રાજકોટની ચોંકાવનારી ઘટના! પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને મળ્યું મોત, યુવતીના ભાઈએ પ્રેમી પાછળ દોટ મૂકતા ખુલ્લા કૂવામાં ખાબક્યો
ઘટના સ્થળની તસવીર

પત્નીની ગેરહાજરીમાં પતિ પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. રાત્રિના સમયે પ્રેમિકાના ભાઈને જાણ થતા તેને પ્રેમી પાછળ દોટ મૂકી હતી. જે અંતર્ગત પરિણીત પ્રેમી ભાગવા જતા તે ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો.

  • Share this:
રાજકોટ: રાજકોટ જિલ્લાના ગુંદાસરા ગામે એક અજીબો ગરીબ કિસ્સો (OMG story) સામે આવ્યો છે. જે કિસ્સામાં પ્રેમિકાના ભાઈએ (girl friend brother) પ્રેમીની પાછળ દોટ મુકતા પરણિત પ્રેમી વંડી ઠેકી ભાગવા જતા કુવામાં ખાબકતા તેનું મોત નિપજ્યું છે. સામાન્યતઃ આપણે ત્યાં પ્રેમમાં રહેલા વ્યક્તિઓ એક ન થઈ શકવાના કારણે કૂવા, નદી, તળાવ અને ડેમમાં પડી તેમજ ઝેરી દવા પી અથવા તો અન્ય કોઈ માધ્યમથી આપઘાત કરતા હોય છે. તો બીજી તરફ રાજકોટ જિલ્લાના (Rajkot jilla) ગોંડલ (Gondal) તાલુકાના ગુંદાસરા ગામે એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પરિણીતા વ્યક્તિને લગ્નેતર સંબંધો (love affair) રાખવા ભારે પડયા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ગુંદાળા ગામ પાસે વાડીમાં કામ કરતી મૂળ મધ્યપ્રદેશની પ્રેમિકાને મળવા તેનો પ્રેમી પહોંચ્યો હતો. આ સમયે રાત્રિના પ્રેમિકાના ભાઈને જાણ થતા તેને પ્રેમી પાછળ દોટ મૂકી હતી. જે અંતર્ગત પરિણીત પ્રેમી ભાગવા જતા તે ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ચાર દિવસથી કૂવામાં રહેલ યુવકના મૃતદેહને બહાર કઢાવી પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.  પોલીસના જણાવ્યા અનુસાર મૃતક પરિણીત પ્રેમીને બે સંતાનો છે. ત્યારે પિતાનું મૃત્યુ થતાં બે સંતાનોએ પિતાનું છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે.મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ શાપર-વેરાવળમાં કંપનીમાં રહી મજૂરી કામ કરતો ઉજ્જનસિંગ નામના પ્રેમીની પત્ની જ્યોતિકા 20 ફેબ્રુઆરીના રોજ વિરમગામ ખાતે લગ્ન પ્રસંગમાં ગઈ હતી. ત્યારે ઘરમાં પત્ની ની ગેરહાજરી હોવાના કારણે તેનો પતિ પોતાની પ્રેમીકાને મળવા માટે ગુંદાસરા ગામે પહોંચ્યો હતો. ઉજ્જન સિંગ ગુંદાસરા ગામે રહેલી પોતાની પ્રેમિકા અંજુ ને મળવા ગુંદાસરા ગામે પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ- રાજકોટઃ બે અકસ્માતમાં યુવક-યુવતીના ઘટના સ્થળે મોત, HDFC બેન્કમાં પોર્ટફોલિયો મેનેજર યુવતીનું કરુણ મોત

આ પણ વાંચોઃ- દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર One Time Chargeમાં 200 કિમી ચાલશે, બુકિંગ શરૂ

ત્યારે રાત્રિના અંદાજિત 11 વાગ્યા આસપાસ પ્રેમિકા અંજુ નામ ભાઈને જાણ થતા તેણે ટોર્ચ ચાલુ કરતા બહેનનો પ્રેમ ઝડપાઈ ગયો હતો. જે બાદ અંજુના ભાઈએ ઉજ્જન સિંગને ઝડપી પાડવા માટે દોટ મૂકી હતી. ત્યારે પ્રેમિકા નો ભાઈ ઝડપીને મારી નાખશે તેવી બીકે ઉજજન સિંગ ખેતરના ખુલ્લા માર્ગે ભક્ત ભક્ત અંધારામાં પાણી વગરના કૂવામાં ખાબક્યો હતો. અત્યારે મધ્યરાત્રિએ કોઈ મદદ નહીં મળતા તે પાણીમાં ગરકાવ થઇ જતા તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

સમગ્ર મામલે મૃતકના પરિવાર દ્વારા સાપર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ પણ નોંધાવી હતી. જે બાદ તેની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન પોલીસને ગોંડલના ગુંદાસરા ગામે મૃતક નું બાઈક પણ મળી આવ્યું હતું. ત્યારે વધુ તપાસ દરમિયાન પોલીસને કૂવામાં યુવકનો મૃતદેહ પણ તરતો દેખાઇ આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે ફાયરબ્રિગેડની ટીમને બોલાવી યુવકનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર ઉજ્જન સિંગ અને અંજુ સાપર ખાતે એક જ કંપનીમાં કામ કરતા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હોવાની પરિવારજનોને જાણ થતાં પરિવારજનો દ્વારા ધાક ધમકી આપી અંજુ ને ગુંદાસરા ગામ ખાતે વાડીમાં ખેત મજૂરી કરવા મોકલી દીધી હતી.
Published by:ankit patel
First published:February 25, 2021, 19:00 pm