રાજકોટ- ચોટીલા હાઇવે પર હાર્દિક પટેલની કારે બાઇક ચાલકને અડફેટે લીધો

News18 Gujarati
Updated: March 8, 2019, 7:51 AM IST
રાજકોટ- ચોટીલા હાઇવે પર હાર્દિક પટેલની કારે બાઇક ચાલકને અડફેટે લીધો
રાજકોટ- ચોટીલા હાઇવે પર હાર્દિક પટેલની કારે બાઇક ચાલકને અડફેટે લીધો

આ ઘટનામાં હાર્દિક પટેલની કાર પણ ડેમેજ થઈ

  • Share this:
રાજકોટ- ચોટીલા હાઇવે પર પાસ નેતા હાર્દિક પટેલની કારને અકસ્માત નડ્યો છે. હાર્દિક પટેલની કારે બાઇક ચાલકને અડફેટે લીધો છે. જેમાં બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો . ઈજાગ્રસ્ત બાઇક ચાલકને પહેલા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ ઘટના મોડી સાંજે બની હતી. આ સમયે હાર્દિક કારમાં બેસી  રાજકોટથી અમદાવાદ જઈ રહ્યો હતો.આ ઘટના પછી ચોટીલા પોલીસ પણ આવી પહોંચી હતી. આ ઘટના પછી હાર્દિક પટેલ બીજી ગાડીમાં બેસી અમદાવાદ આવવા રવાના થયો હતો.

આ ઘટનામાં હાર્દિક પટેલની કાર પણ ડેમેજ થઈ હતી.
First published: March 7, 2019, 11:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading