રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે, રાજકોટથી 22 કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર છે. 

પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે, રાજકોટથી 22 કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર છે. 

 • Share this:
  રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં (Saurashtra) 4.8ની તીવ્રતાથી ભૂકંપનાં  (Earthquake) આંચકા અનુભવાયા છે. આજે સવારે 7.40 કલાકે સૌરાષ્ટ્રભરમાં ભુકંપનાં આંચકા (Tremors) અનુભવાતા લોકો સફાળા જાગીને ઘરની બહાર આવી ગયા હતા. પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે, રાજકોટથી 22 કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) રાજકોટનાં કલેક્ટર રમ્યા મોહન (Rajkot Collector) સાથે આ અંગે ફોન પર વાત કરીને માહિતી મેળવી છે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે, 'કોઇપણ પ્રકારનું નુકસાન થયું હોય તો તરત જ કાર્યવાહી કરવામાં આવે.'

  જાનહાનીના સમાચાર નથી  રાજકોટ, અમરેલી,વીરપુર, ગોંડલ, જસદણ, ચોટિલા, જામનગર, જૂનાગઢ સહિતનાં અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારે ભૂકંપનો 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઉંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. એકબાજુ કોરોનાનો કહેર છે અને બીજી બાજુ ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેનાથી લોકોમા ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, સદનસીબે આ ભૂકંપના કારણે હજી કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી.

  'ગામડે ગામડેથી રિપોર્ટ લેવાઇ રહ્યા છે'

  કલેક્ટર રમ્યા મોહને આ અંગે ન્યૂઝ18ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, બધા તાલુકાઓમાંથી રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે. 7.40 મિનિટે જે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો તેમા કોઇ ખાસ નુકસાન નથી તેવા રિપોર્ટ મળ્યા છે. ગ્રામ્ય વિસ્તાર સહિત કોઇ નુકસાન નથી અને દરેક ગામમાંથી રિપોર્ટ લેવાનો ચાલુ છે.  લૉકડાઉનમાં પણ ભૂકંપનાં બે આંચકા અનુભવાયા હતા

  નોંધનીય છે કે, 9 મેના રોજ જ્યારે કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું હતું ત્યારે પણ રાજ્યના બે જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાજ્યના જૂનાગઢ (Junagadh) અને ગીરસોમનાથ (Girsomnath) જિલ્લામાં 24 કલાકમાં બે વાર આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો.

  આ પણ વાંચો - આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન, ઓનલાઇન કરી શકશો અંતિમ દર્શન

  આ પણ જુઓ- 

  રાત્રીના 11:27 વાગ્યાની આસપાસના 2.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો જેનું એપી સેન્ટર માંગરોળથી 32 કી.મી. દૂર અરબી સમુદ્રમાં નોંધાયું હતું, જ્યારે શનિવારે બપોરે 3:36 વાગ્યે 4ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું એપી સેન્ટર દરિયામાં માંગરોળથી દરમિયામા્ં 44 કિમી નોંધાયું હતું.

  આ પણ વાંચો - અમદાવાદ : મહિલા પત્રકાર પર ડૉક્ટરે કર્યો બળાત્કાર, સારવારના બહાને હોટલમાં બોલાવી કર્યું કૃત્ય
  Published by:Kaushal Pancholi
  First published:July 16, 2020, 08:15 am

  ટૉપ ન્યૂઝ