જે વિસ્તારમાં કોઈ કેસ નહી ત્યાં છૂટ આપવી જોઈએ, કરોડોના પ્રોજેક્ટ પર બ્રેક વાગી છે: પરેશ ગજેરા


Updated: April 14, 2020, 11:01 PM IST
જે વિસ્તારમાં કોઈ કેસ નહી ત્યાં છૂટ આપવી જોઈએ, કરોડોના પ્રોજેક્ટ પર બ્રેક વાગી છે: પરેશ ગજેરા
પ્રતિકાત્મક તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને જણાવવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસ વાઇરસ સામે ભારતની જીત હજુ બાકી છે. ત્યારે lockdownના સમયમાં વધારો થાય તે જરૂરી છે

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત 25મી માર્ચથી રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં lockdownની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે જે lockdownની જાહેરાત કરવામાં આવી હતી તે માત્ર ૨૧ દિવસ માટે કરવામાં આવી હતી. એટલે કે lockdownનો સમય મર્યાદા ૧૪ એપ્રિલના રોજ પૂર્ણ થવાનો હતો. ત્યારે આજરોજ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સવારના દસ વાગ્યે દેશવાસીઓને સંબોધવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને જણાવવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસ વાઇરસ સામે ભારતની જીત હજુ બાકી છે. ત્યારે lockdownના સમયમાં વધારો થાય તે જરૂરી છે, જે માટે આગામી ત્રણ મે સુધી દેશ પરમાર lockdownની સ્થિતિ યથાવત રહેશે.

ત્યારે દેશભરમાં ૨૦મી એપ્રિલ સુધી નિરક્ષણ કરવામાં આવશે. જે બાદ જે જગ્યાએ જરૂર જણાશે ત્યાં રાહત પણ આપવામાં આવશે. પરંતુ જો કોઈપણ જગ્યાએ રાહત આપ્યા બાદ તેમાં બેદરકારી જણાશે તો આપવામાં આવેલ રાહતની મંજૂરી પરત ખેંચી લેવામાં આવશે.

ત્યારે આ સમગ્રર મામલે પૂર્વ ગુજરાત ક્રેડાઈ પ્રમુખ અને વર્તમાન રાજકોટ બિલ્ડર એસોસિએશન પ્રમુખ પરેશ ગજેરાનું નિવેદન સામે આવ્યું છે. પરેશ ગજેરાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, લોકડાઉનથી દેશને ફાયદો, પરંતુ જે વિસ્તારોમાં કોઈ કેસ નથી ત્યાં છૂટછાટ આપવી જરૂરી.

21 દિવસના લોકડાઉનના કારણે તમામ પ્રોજેક્ટ ત્રણ મહિના પાછળ ચાલ્યા ગયા. મજૂરોની એક જ માંગ છે કે, વતનમાં પાછા ફરવા દો. ત્યારે કલેકટર અને સરકારમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. પ્રોજેક્ટ ડીલેના કારણે મોટું નુકશાન થયું છે. 350 જેવા મોટા પ્રોજેક્ટ શરૂ છે, 1000 જેવા નાના પ્રોજેક્ટ શરુ છે. ત્યારે રાજકોટમાં જ 5000 કરોડથી વધુના પ્રોજેક્ટ શરૂ છે જેને લોકડાઉનના કારણે બ્રેક લાગી છે.
First published: April 14, 2020, 11:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading