Home /News /kutchh-saurastra /

હાર્દિક બોલતા પહેલા 10 વખત વિચારે, ખોડલધામ રાજકીય પાર્ટી નથીઃ ગજેરા

હાર્દિક બોલતા પહેલા 10 વખત વિચારે, ખોડલધામ રાજકીય પાર્ટી નથીઃ ગજેરા

    ખોડલધામના નરેશ પટેલ ચેરમેન રાજીનામાના સમાચારના 24 કલાકમાં જ તેમણે રાજીનામું પરત ખેંચી લીધુ છે. સમાજના વડીલો અને ખોડલધામના આગેવાનોની સમજાવટ બાદ તેઓ રાજીનામું પરત ખેંચવા તૈયાર થયા છે. નરેશ પટેલના આ નિર્ણયનો ખોડલધામના તમામ આગેવાનો તેમજ પાટીદાર આગેવાનોએ સ્વાગત કર્યું છે. ખોડલધાનમાં વર્તમાન પ્રમુખ પરેશ ગજેરાએ આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે નરેશ પટેલ ખોડલધામના આજીવન સભ્ય છે. ખોડલધામ તેમના નેતૃત્વમાં જ કામ કરતું રહેશે. પાટીદાર નેતા તેમજ કૃષી મંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતું કે નરેશ પટેલે રાજીનામું પરત ખેંચીને સુંદર કામ કર્યું છે. તેમણે સમાજના હિતમાં ઉમદા કામ કરતા હું તેનો આભાર માનું છું.

    પરેશ ગજેરા સાથે ન્યૂઝ 18ની વાતચીતઃ

    નરેશ પટેલે રાજીનામું આપ્યું અને હવે પરત ખેંચ્યું, શું છે આખો મામલો?

    નરેશ પટેલ સાથે રૂબરૂ વાતચીત બાદ કંઈક કહી શકું. મારી આ અંગે તેમની સાથે કોઈ જ વાતચીત થઈ નથી.

    રાજીનામું પરત ખેંચવા પર શું કહો છો?

    નરેશભાઈએ રાજીનામું પરત ખેંચતા ખોડલધામના તમામ કાર્યકરો અને લેઉવા પટેલ સમાજ ખુશ છે. નરેશભાઈના નેતૃત્વમાં જ ખોડલધામ કામ કરતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ તેમના જ નેતૃત્વમાં કામ કરતું રહેશે.

    નરેશ પટેલે તેમને શું કહ્યું?

    મારે નરેશ પટેલ સાથે કોઈ વાતચીત થઈ નથી.

    તમે લાગે છે કે સમાજની લાગણીને ઠેંસ પહોંચી છે?

    જ્યારે પણ કોઈ વિવાદ થાય છે ત્યારે સમાજ માટે કામ કરતા લોકોને દુઃખ થાય જ છે. નરેશભાઈ પરત આવતા જે દુઃખ હતું તે સુખમાં પરિવર્તિત થઈ ગયું છે.

    ટ્રસ્ટીએ ભગવા રંગે રંગાયા હોવાની હાર્દિક પટેલની વાત અંગે શું કહો છો?

    ખોડલધામ એક ધાર્મિક સંસ્થા છે, તે કોઈ રાજકીય પાર્ટી નથી. હાર્દિક પટેલે કોઈ પણ સ્ટેટમેન્ટ આપતા પહેલા 10 વખત વિચારવું જોઈએ. ખોડધામ ક્યારેય કોઈ એક પાર્ટીને સમર્થન નહીં આપે.

    હાર્દિકના આરોપ પર શું કહો છો?

    હાર્દિક પટેલ મારો ભાઈ છે, તેણે કયા ઈરાદાથી આવું નિવેદન કર્યું હશે તેની મને જાણ નથી. અમે તેને મળીને આ અંગે સ્પષ્ટતા માંગીશું. કોઈ ધાર્મિક સંસ્થાનો રંગ હંમેશા ભગવો જ હોય છે, પરંતુ ખોડલધામે ક્યારેય કોઈ પાર્ટીને સમર્થન કર્યું ન હતું અને ભવિષ્યમાં પણ નહીં કરે.

    હવે ખોડલધામ શું કરવા જઈ રહી છે?

    હવે પછી ખોડલધામ ટ્રસ્ટ નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ 100 વિઘા જમીનમાં એજ્યુકેશન હબ બનાવવાની તૈયારી કરશે. નરેશ પટેલ ખોડલધામ સાથે ગઈકાલે હતા, આજે છે, આવતીકાલે હશે અને આજીવાન રહેશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chairman, Khodaldham Trust, Naresh Patel, Paresh Gajera, Resignation, રાષ્ટ્રપતિ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन