Home /News /kutchh-saurastra /

ઓફર આવે તો હું ભાજપમાં જોડાવ, નરેન્દ્રભાઇનું નેતૃત્વ સારૂં છે: પરેશ ગજેરા

ઓફર આવે તો હું ભાજપમાં જોડાવ, નરેન્દ્રભાઇનું નેતૃત્વ સારૂં છે: પરેશ ગજેરા

રાજકોટનાં જુદા જુદા વિસ્તારોમાં પરેશ ગજેરાને બેઠક આપવા માટે વિવિધ સંસ્થાઓએ પોસ્ટરો લગાવ્યાં છે.

રાજકોટનાં જુદા જુદા વિસ્તારોમાં પરેશ ગજેરાને બેઠક આપવા માટે વિવિધ સંસ્થાઓએ પોસ્ટરો લગાવ્યાં છે.

    હરીન માત્રાવાડિયા, રાજકોટ: લોકસભાની ચૂંટણી હવે થોડા જ દિવસોમાં યોજાવાની છે ત્યારે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. રાજકોટમાં ખોડલધામનાં પૂર્વ પ્રમુખ અને ગુજરાત ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાનું નામ ચર્ચામાં આવ્યું છે. રાજકોટનાં જુદા જુદા વિસ્તારોમાં પરેશ ગજેરાને ટિકિટ આપવા માટે વિવિધ સંસ્થાઓએ પોસ્ટરો લગાવ્યાં છે. પરેશ ગજેરાનાં સમર્થકોએ કાલાવડ રોડ, કિશાનપરા ચોક, કોટેચા ચોક સહિત વિવિધ વિસ્તારોમાં 50 જેટલા બેનરો લગાવ્યા છે. જેમાં એવું પણ લખ્યું છે કે રાજકોટ બેઠક પરથી પરેશ ગજેરાને ટિકિટ આપવાથી પક્ષને ફાયદો થશે. રાજકોટનાં વિવિધ વિસ્તારોમાં આ પોસ્ટરો પાટીદાર સમાજ, હિન્દુ રામસેના અને અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચા દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

    આ અંગે જ્યારે પરેશ ગજેરા સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે, 'આ પોસ્ટરો જેને લગાવ્યાં છે, જેને ઇચ્છા છે કે હું રાજકારણમાં આવું તેમને આવા પોસ્ટરો લગાવ્યાં છે. આ પોસ્ટરોની મને આજે સવારે જ જાણ થઇ છે. તેમનો હું આભાર માનું છું. મારી હાલ નજીકનાં ભવિષ્યમાં ચૂંટણી લડવાની ઇચ્છા નથી. આમછતાં જો કોઇપણ રાજકીય પાર્ટીની ઓફર આવશે તો હું આ બધા ગ્રુપ છે મારા હિતેચ્છુઓ છે સમાજનાં અગ્રણીઓ છે તેમની સાથે ચર્ચા વિચારણા કરીને હું અંતિમ નિર્ણય લઇશ.'

    રાજકોટમાં પોસ્ટરો લગાવવામાં આવ્ચાં છે.


    તેમણે આગળ જણાવતા કહ્યું કે, 'પહેલા મને ટિકિટની ઓફર કરવામાં આવી હતી પરંતુ અત્યારે કોઇ ટિકિટની ઓફરની વાત આવી નથી. પરંતુ જો વાત આવશે તો હું ચોક્કસ સમાજ અને હિતેચ્છુઓ સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇશ. લોકોની, સમાજ અને મિત્રોની લાગણીને કારણે મારે જુકવું પણ પડે. દિવસે દિવસે મારા પર પ્રેશર વધતું જાય છે, મને ફોન કરીને અને મેસેજમાં પણ ચૂંટણી લડવાની વાત કહેવામાં આવે છે. જો હવે મને ઓફર આવશે તો ચોક્કસ વિચાીશું અને બહુમતી જેમાં હશે તેવો નિર્ણય લઇશું'

    ચર્ચા એવી છે કે બીજેપમાંથી પરેશભાઇ રાજકોટમાંથી લડશે તો તેના પર પરેશ ગજેરાએ કહ્યું કે, 'હજી આજ દિવસ સુધી મારી પાસે કોઇપણ રાજકીય નેતાએ મારી સાથે આવી વાત નથી કરી. હું ગમે ત્યારે રાજકારણમાં ઝંપલાવીશ તો રાજકોટમાંથી ચૂંટણી લડીશ.'

    હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે તેની પર વાત કરતાં જણાવ્યું કે, 'આમ જોઇએ તો હાર્દિક જેના માટે સામે આવ્યો હતો તેવો પાટીદારોનો મુદ્દો સવર્ણ અનામત સાથે સુલજી ગયો છે. તો હાર્દિક પોતાની કારકિર્દી રાજકારણમાં બનાવે છે તે સારી બાબત છે.'

    ગજેરાને બેઠક આપવા માટે વિવિધ સંસ્થાઓએ પોસ્ટરો લગાવ્યાં છે.


    પાટીદાર સમાજ બીજેપીથી ગુસ્સે છો તેની પર જવાબ આપતા કહ્યું કે, 'પાટીદાર અનામતનો મુદ્દો પુરો થઇ ગયો છે. ગત ચૂંટણીમાં તમામ ઉમેદવારો રાજકોટમાં બહુમતથી જીત્યા હતાં અને પાટીદારો વગર એ બને નહી.'

    જ્યારે તેમને પૂછ્વામાં આવ્યું કે કયો પક્ષ સારો? તો તેના જવાબમાં કહ્યું કે, 'બધા પક્ષ તેની વિચારધારા પર ઉભા હોય છે. બંન્ને પક્ષની વિચારધારા તો સારી જ છે. પરંતુ નરેન્દ્રભાઇનું નેતૃત્વ છે તેના કારણે બીજેપી સારી કહેવાય. બંન્નેમાંથી ઓફર આવે તો હું ભાજપમાં જોડાવ.'


    આ પહેલા પણ જ્યારે પરેશ ગજેરા રાજકારણમાં આવે છે તેવું સોશિયલ મીડિયા ગરમાયું હતું ત્યારે તેેમણે જણાવ્યું હતું કે, ' મારે ચૂંટણી નથી લડવી, હજી લાંબા સયમ સુધી મારે વ્યક્તિગત ચૂંટણી લડવાની ઇચ્છા નથી. પરંતુ તમને પણ જે રીતે જાણ થઇ તે રીતે મને પણ સોશિયલ મીડિયામાંથી જાણ થઇ છે. જો સમાજ અને પક્ષની લાગણી હશે તો સમય સંજોગોને ધ્યાને રાખી હું આગળ વધીશ.'
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन