Home /News /kutchh-saurastra /

રાજકોટ : ધો.12નાં વિદ્યાર્થીઓએ સર્વેમાં આપ્યા ચોંકાવનારા જવાબ, 54%ને પરીક્ષાનો ડર, 18%ની ઊંઘ હરામ!

રાજકોટ : ધો.12નાં વિદ્યાર્થીઓએ સર્વેમાં આપ્યા ચોંકાવનારા જવાબ, 54%ને પરીક્ષાનો ડર, 18%ની ઊંઘ હરામ!

પ્રતિકાત્મક તસવીર

મોટાભાગના વાલીઓ બાળકો ના સ્વાસ્થ્ય ને લઈને ચિંતા અનુભવે છે કે પરીક્ષા આપવા જાય અને કશું થઈ જશે તો!

હાલના સમયમાં ઘણા લોકો માનસિક તણાવ (Stress) કે અન્ય માનસિક સમસ્યાઓ નો ભોગ બનેલા છે, ત્યારે ખાસ ધોરણ 12ના (Standard 12th Students) વિદ્યાર્થીઓના સ્વભાવ માં ચીડિયાપણું, મૂડ ડિસઓર્ડર અને ભવિષ્યની ચિંતા જોવા મળી રહ્યા છે. એક તરફ તેઓ શિક્ષકો અને વાલીઓના ભયથી અભ્યાસ મૂકી પણ નથી શકતા અને બીજી તરફ બાળકો કંટાળ્યા છે. મનોવિજ્ઞાન ભવનની (Department of Psychology saurashtra university) વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને ડૉ.ધારા આર. દોશી સાથે મનોવિજ્ઞાન ભવનના ઘણા વિદ્યાર્થીઓ એ ધોરણ 12ના 621 બાળકો નો સંપર્ક (Survey) કર્યો હતો.

જેમાં બાળકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી. મોટાભાગના વાલીઓ બાળકો ના સ્વાસ્થ્ય ને લઈને ચિંતા અનુભવે છે કે પરીક્ષા આપવા જાય અને કશું થઈ જશે તો! બાળકો એ પણ સમસ્યા વ્યક્ત કરી કે એમને હવે ખૂબ જ કંટાળો આવે છે, કોઈ સ્પષ્ટ નિર્ણય આવતો નથી, ક્યારેક પરીક્ષા પદ્ધતિ બદલવાની વાતો સંભળાય છે તો ક્યારેક પરીક્ષા લેવાશે કે નહિ એ વિષે ની અટકળો. આ બધા ની વચ્ચે બાળકો ના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળ્યું છે તેવું વાલીઓ એ જણાવ્યું અને લટકતી તલવાર જેવી હાલત છે તેવું બાળકો કહે છે. બાળકો અને વાલીઓને ભવિષ્યની ચિંતા પણ થઈ રહી છે.

અત્યારે જો જોઈએ તો ધોરણ 12ની પરીક્ષા એ સમાચાર નો મુખ્ય વિષય બની ગઈ છે કારણ કે દરરોજ નવી નવી બાબતો બહાર આવે છે કે પરીક્ષાઓ લેવા ની સંભાવના છે, પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર કરવામાં આવશે, વાલીઓ પરીક્ષા ન લે કોર્ટ માં અપીલ કરે છે વગેરે. આ સિવાય સોશિયલ મીડિયા પર લોકો ધોરણ 12ના વિદ્યાર્થીઓ પર વ્યંગ કરે છે, વિડિયો બનાવે છે અને લોકો તેને શેર પણ કરતા થયા છે. આ બધા વચ્ચે ધોરણ 12ના વિદ્યાર્થીઓ નું માનસિક સ્વાસ્થ્ય હણાયુ છે. બાળકોમાં નીચે મુજબના ફેરફારો જોવા મળી રહ્યા છે

આ પણ વાંચો : પંચમહાલ : હૃદય દ્રાવક ઘટના! પાનમ નદીમાં હોડી ડૂબી, એક જ પરિવારના 3 સભ્યો સહિત ચારનાં મોત

54% માં પરીક્ષા ફોબિયા

ઘણાં વિદ્યાર્થીઓમાં એક્ઝામ ફોબિયા એટલે કે પરીક્ષાનો ભય જોવા મળ્યો છે. બાળકો એ આખું વર્ષ ઓનલાઇન અભ્યાસ કર્યો છે અને પરીક્ષાઓ પણ ઓનલાઇન જ આપી છે એટલે બાળકો ને હવે જ્યારે ફાયનલ પરીક્ષા નજીક આવે છે તેમ પરીક્ષા વિષે નો ભય જોવા મળ્યો. પરીક્ષા સમયે વાંચેલું ભૂલાય જશે તો, પરીક્ષા માં વ્યવસ્થિત જવાબ લખી શકાશે, પરીક્ષા સમયે બધું ભૂલાય ગયા નો ભય વગેરે બાબતોને લઈ ને બાળકો માં ભય જોવા મળ્યો.

27% ને મૂડ ડિસઓર્ડર

બાળકો છેલ્લા એક વર્ષ થી ઘરે રહી ને જ અભ્યાસ કરે છે. બાળકોનો શાળામાં જે વિકાસ થતો હોય તે વિકાસ આ એક વર્ષમાં રૂંધાયો છે. બાળકો મિત્રો સાથે ની રમતોમાં જ પોતાનો સમસ્યા નો ઉકેલ મેળવી લેતા હોય છે પરંતુ હાલ ઘરે રહેવાનું હોવાથી બાળકો અંદર અંદર મુજય છે પરિણામે બાળકો ચીડિયા બન્યા છે. નાની નાની વાત માં બાળકો ગુસ્સો કરતા થયા છે. બાળકો ખુશ નથી રહી શકતા.

આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day થયો વિવાદ

  22% ને ભોજન અરુચિ 

ઘણા માતાપિતા અને બાળકોની સાથેની વાતચીત દ્વારા એ પણ જાણવા મળ્યું કે, બાળકો ની ભોજનની ટેવ માં ફેરફાર જોવા મળ્યો છે. બાળકો નો ખોરાક ઓછો થઈ ગયો છે અને થોડું વધારે અથવા પરાણે જમાડવાનો પ્રયત્ન કરાય તો ઉલ્ટી કે ઉબકા જેવી સમસ્યા થાય છે. ઘણા બાળકો માં આ અસર ઊંધી જોવા મળી હતી એટલે કે ખોરાક લેવાનું પ્રમાણ વધ્યું હતું. આખો દિવસ ઘરે બેસી રહેવાનું હોવાથી બાળકો ને થોડા થોડા સમયે ખોરાક લેવાની આદત પડી ગઈ છે જેથી શરીર અને ખાસ કરી ને પેટનો ભાગ ફૂલવા ની સમસ્યા બાળકોમાં જોવા મળે છે. આ પાછળ નું મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે ચિંતા ના કારણે સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે અને તેને કારણે શરીર વધારે માત્ર માં એસિડ અને શર્કરા બનાવે છે જેની અસર પાચનક્રિયા પર પડે છે.

આ પણ વાંચો : નવસારી : પીકઅપ ડાલાની ટક્કરે આશાસ્પદ યુવકનું મૃત્યુ, મોતનો વિચલિત કરતો Live Video વાયરલ

18%ને ઊંઘમાં તકલીફ

હાલના સમયે બાળકો મોટાભાગનો સમય ઘરમાં રહે છે જેથી કોઈ શારીરિક કસરત થતી નથી, બાળકો થાકતા નથી. આ સિવાય સતત મોબાઈલ અથવા ટીવી ની સ્ક્રીન સામે રહેતા હોવાથી બાળકો નું ઊંઘ ની આદત માં ફેરફાર થયા છે. મોટાભાગના બાળકો રાત્રે મોડે સુધી સૂઈ નથી શકતા જેથી સવારે ઉઠવામાં તકલીફ પડે છે. આખો દિવસ સુસ્તી રહે છે. વધારે સમય સ્ક્રીન સામે રહેવાથી આખો ખેંચાય, માથું દુખે વગેરે જેવી સમસ્યા પણ સર્જાય છે.

આ પણ વાંચો : રાજકોટ : ફિલ્મી ચીટરોને આટી મારે એવો કિસ્સો,' એક-બે નહીં 13 રાજ્યોના વેપારીને છેતર્યા

27% વિદ્યાર્થીઓ એકાંત માં રહેવું પસંદ કરે છે 

બાળકો છેલ્લા ઘણા સમય થી ઘર માં પુરાયા છે એટલે હવે એમને બહાર નીકળવાનું કે ક્યાંય બહાર જવાનું કહેવામાં આવે તો તે સહમત થતાં નથી. લોકો સાથે વાતચીત કરવી કે કંઈ રીતે પ્રતિક્રિયા કરવી વગેરે જેવી બાબતો ને લઈ ને બાળકો ચિડાય છે. તેવું ઘણા માતાપિતા એ જણાવ્યું. આ સિવાય ઘણા બાળકો સાથેની વાતચીત દ્વારા એ પણ જાણવા મળ્યું કે હવે બાળકોને અમુક મિત્રો સિવાય કોઈ જોડે ફોનમાં કે રૂબરૂ વાત કરવામાં કોઈ જ રસ નથી.

આ પણ વાંચો : 59 વર્ષના લાઇનમેનનો જુવાનડાઓને શરમાવે એવો Live Video, વાયર રીપેર કરવા તળાવમાં 100 ફૂટ જેટલું તરીને થાંભલે ચઢ્યા

36% ને લોકો સાથે રહેવું ગમતું નથી 

બાળકો ઘરમાં રહી ને ચીડિયા બન્યા છે તેની સાથે બાળકો એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. ઘણા માતાપિતા સાથે ની વાતચીત થી જાણવા મળ્યું કે, એમના બાળકો આખો દિવસ રૂમ માં જ રહે છે. આ સિવાય એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ તો ચિડાય છે. એમને કંઈ પૂછી તો વ્યવસ્થિત જવાબ નથી આપતા અને ગુસ્સો કરે છે. સરખો જવાબ નથી આપતા. એમને શું સમસ્યા છે અથવા પરીક્ષા લક્ષી કોઈ સવાલ પૂછવામાં આવે તો પણ વ્યવસ્થિત જવાબ નથી આપતા.

મનોવિજ્ઞાન ભવનની (Department of Psychology saurashtra university) વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને ડૉ.ધારા આર. દોશી સાથે મનોવિજ્ઞાન ભવનના ઘણા વિદ્યાર્થીઓ એ ધોરણ 12ના 621 બાળકો નો સંપર્ક (Survey) કર્યો હતો.


વાલીઓની વ્યથા

ધોરણ 12માં અભ્યાસ કરતા બાળકોના કેટલાક વાલી સાથે વાત કરતા જાણવા મળ્યું કે, એક તરફ પરીક્ષા નહિ લેવાય તો બાળકોના ભવિષ્યનું શું થશે એ વાત ની ચિંતા છે તો બીજી બાજુ જો પરીક્ષા લેવાય અને પરીક્ષા આપવા જવાનું થાય તો બાળકો ને કોરોના થશે તો તેવી ચિંતા વાલી ને થાય છે.પરીક્ષાની વચ્ચે એટલે કે થોડા પેપર આપ્યા બાદ જો બાળકોને કોરોના થાય તો તે પછીની પરીક્ષાનું શું થાય તેવા પ્રશ્ન એ પણ ઘણા લોકોને ચિંતામાં મૂકી દીધા છે.

આ પણ વાંચો :  જામનગર : યુવરાજસિહના મર્ડરના આરોપીઓ ઝડપાયા, હત્યાનું કારણ રેતીનો ધંધો?

અન્ય સમસ્યાઓ

આવી સ્થિતિમાં બાળકો ને ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે:

જેમકે ઘરે થી માતા પિતા દ્વારા તેમજ શિક્ષકો દ્વારા વાંચવા માટે આગ્રહ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં બાળકો ની માનસિક સ્થિતિ ને આઘાત પહોંચે છે.
બાળકો ને આ વય માં મિત્રો સાથે વધુ સમય પસંદ કરતા હોય છે અને મિત્રો સાથે રહીને જ ઘણું શીખતા હોય છે, સમસ્યા ના ઉકેલ મેળવવા હોય છે પરંતુ હાલ એ બધું જ અટકી ગયું છે અને પરિણામે બાળકો અંદર અંદર ખૂબ અકળાયા છે. ઘણા બાળકો ઘરના કડક વાતાવરણ ના લીધે અકળાયા છે, કારણ કે બહાર ક્યાંય જઈ નથી શકતા અને ઘરે સતત સૂચનાઓ નો મારો થતો હોય, આસપાસ ના લોકો પરીક્ષાઓ અંગે અટકળો જણાવ્યા કરતા હોય, પરીક્ષાને લઈ ને ઘણા લોકો અલગ અલગ સલાહ આપતા હોય વગેરે બાબતો ની વચ્ચે બાળકો માનસિક અસ્વસ્થ બન્યા છે.

કેટલાક બાળકો ઓનલાઇન શિક્ષણ ના કારણે મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયાના વ્યસની થઈ ગયા છે, પરિણામે પરીક્ષા નજીક આવતા હવે અભ્યાસ ને લઈ ને તણાવ અનુભવતા થયા છે.  એક વિદ્યાર્થી એ જણાવ્યું કે મોબાઈલ એ મનોરંજનનું સાધન છે તેમાં ભણવાની વાત આવે એટલે વિવિધ ગેમ અને સોશિયલ સાઈટ પર ધ્યાન જતું રહે. ક્યારેક એમ થાય કે એક બે મિનિટ સોશિયલ મીડિયા માં જોઈ લઉં ત્યાં કલાક કેમ નીકળી જાય છે તેની ખબર રહેતી નથી.તેની સાથે માતા પિતા પણ ચિંતા માં છે કે બાળકો ની પરીક્ષા નું શું થશે?

કેટલાક માતાપિતા એ જણાવ્યું કે એક ને ગોળ અને બીજાને ખોળ એવું થયું છે. અમારા સંતાનો પરીક્ષા આપવા જશે અને સંક્રમિત થશે તો?  એની ચિંતા છે. વેક્સિનની વ્યવસ્થા પહેલા થાય 12 માં ધોરણના વિદ્યાર્થી માટે તૅ ખુબ જ જરૂરી છે. કેટલાક માતાપિતા એ જણાવ્યું કે

એક વર્ષ ભલે બગડે અમે અમારા સંતાનને પરીક્ષા આવતા વર્ષે અપાવશું ..
આવી પરિસ્થિતિમાં માતાપિતા અને બાળકો બંને જો વ્યવસ્થિત કેટલીક વાતો નું ધ્યાન રાખી ને ચાલે તો તણાવ ઓછો થઈ શકે છે.

આ પણ વાંચો : સુરત : નામચીન ચિયા મલિકે રાત્રિ કર્ફ્યૂમાં B-Day ઊજવ્યો, Viral Videoએ પોલીસને કરી દોડતી, કાયદાની 'ઐસી કી તૈસી'

  માતાપિતા એ શું કરવું જોઈએ:
 1.માતાપિતા એ બાળકો ને સતત ભણવાની જ વાતો ન કરતા એ સિવાય ની અન્ય વાતો પણ કરવી જોઈએ.

2.ક્યારેક બાળક સતત ઘરમાં રહી ને અથવા અભ્યાસ થી કંટાળીને ચિડાય તો તેની સામે ગુસ્સો કરવાની બદલે તેના ચીડિયાપણા પાછળનું કારણ સમજી ને તેની સાથે વર્તન કરવું જોઈએ.

3.બને ત્યાં સુધી બાળકો ની સામે નકારાત્મક સમસ્યાઓની ચર્ચા ટાળવી. ઘરની આર્થિક સમસ્યાઓ અંગે બાળકોને જાણ હોવી જરૂરી છે પરંતુ તેના વિષેની સતત ચર્ચા બાળકોની સામે ન કરવી.

4.ઘરનું વાતાવરણ બને ત્યાં સુધી સકારાત્મક અને શાંત રાખવું.

5.ક્યારેક બાળકો ની સાથે તેને ગમતી રમત રમવી જોઈએ અથવા બાળક ને સતત ઘર માં રહેવાનું હોવાથી ઘર નું વાતાવરણ તંગ ન બને એ રીતે થોડી છૂટછાટ બાળકો ને આપવી જોઈએ, જેથી બાળકને બંધાણ ન લાગે. વધારે દબાવ માં રહી ને બાળકો સંસ્કારી નથી બનતા ઉલટાનું બાળકનું માનસિક સ્વાસ્થ્ય નબળુ પડી શકે છે. એ વાત સમજવી ખૂબ જરૂરી છે.

6.બાળકો ને ગમતી કોઇપણ પ્રવૃત્તિ પણ કરવાની છૂટ આપવી જોઈએ. એ યાદ રાખો કે બોર્ડની પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી.

બાળકો એ શું કરવું જોઈએ:

1.બાળકો ને હાલ સમય વધારે મળ્યો છે તો વાંચન ના સમય માં થોડો ફેરફાર કરીને વ્યવસ્થિત ટાઇમ ટેબલ પ્રમાણે અભ્યાસ ની સાથે પોતાના માટે પણ થોડો સમય કાઢવો જોઈએ અને એ સમયમાં સ્ક્રીન થી દૂર રહી ને ગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ કારણ કે ગમતું કાર્ય કરવાથી મન ફ્રેશ રહે છે અને વધુ સારી રીતે કોઈ પણ કાર્ય કરી શકાય છે.

2.આખો દિવસ ઘર માં રહેવાનું હોય તો થોડો સમય બહાર ચાલવા માટે જવું જોઈએ જેથી શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહી શકે.સાથે પરીક્ષા ને માત્ર ટકાવારી પૂરતી ન રાખી જીવનમાં કઈક શીખવા મળ્યું એમ સમજી લેવી.
Published by:Jay Mishra
First published:

Tags: 12th Board student, Pyschology survey, Rajkot News, Saurashtra University, Survey, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन