Home /News /kutchh-saurastra /

રાજકોટમાં રોગચાળો : 316 નવા કેસ આવતા તંત્રની ઊંઘ હરામ! આરોગ્ય અધિકારીએ આપી આ સલાહ

રાજકોટમાં રોગચાળો : 316 નવા કેસ આવતા તંત્રની ઊંઘ હરામ! આરોગ્ય અધિકારીએ આપી આ સલાહ

રાજકોટમાં

રાજકોટમાં ઉનાળો આવતા રોગચાળો વકર્યો

Rajkot News : રાજકોટમાં ઉનાળોની સાથે રોગચાળો વધ્યો, શરદી-ઉધરસના 224, ઝાડા-ઉલ્ટીના 92 કેસ, આરોગ્ય અધિકારીએ આપી આ સલાહ

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : રાજકોટ શહેરમાં (Rajkot City)હોળી બાદ ફરી રાત્રે-સવારે ઠંડક અને બપોરે(Noon) અતિશય ગરમી જેવી મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. જેને લઈને રોગચાળાનો (Rajkot Epidemic)  ઉપદ્રવ વધ્યો છે. જેમાં શરદી-ઉધરસના 224 અને ઝાડા-ઉલ્ટીના 92 તેમજ તાવના 127 કેસ વીતેલા સપ્તાહમાં નોંધાઈ ચુક્યા છે. સાથે મચ્છરનો (Mosquitos)ઉપદ્રવ પણ સતત વધી રહ્યો હોય આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે મનપા દ્વારા રોગચાળો અટકાવવા ભરવામાં આવેલા પગલાં અંગે નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે વિગતો આપી હતી. સાથે લોકોને કેટલીક મહત્વની અપીલ કરી છે.


    આરોગ્ય અધિકારી પી. પી. રાઠોડે જણાવ્યું હતું કે, મિશ્ર વાતાવરણને કારણે છેલ્લા અઠવાડિયામાં પણ સીઝનલ રોગચાળાના દર્દીઓ અને મચ્છરના ઉપદ્રવ યથાવત રહ્યા છે. તા.14 માર્ચથી તા.20 માર્ચ સુધીના આરોગ્ય અને મેલેરીયા શાખાના રીપોર્ટ મુજબ ડેંગ્યુ, મેલેરીયા કે ચિકનગુનીયાના કોઇ કેસ નોંધાયા નથી. તો શરદી, ઉધરસના 224, સામાન્ય તાવના 127 અને ઝાડા-ઉલ્ટીના 92 દર્દીઓ નોંધાયા છે.


    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા વીતેલા સપ્તાહમાં 11,548 ઘરોમાં પોરાનાશક તેમજ 532 ઘરમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગુંદાવાડી, જામનગર રોડ, ગુલાબ ચોક, જંકશન, ભીસ્તીવાડ, હંસરાજનગર, વર્ધમાનનગર, જયરાજ પ્લોટ, લક્ષ્મીવાડી, રણછોડનગર, મોરબી રોડ, નિલકંઠ પાર્ક, રેલનગર, વાણીયાવાડી, થોરાળા, માર્કેટ યાર્ડ રોડ, ગોવિંદબાગ શાક માર્કેટ, પોપટપરા, મીલપરા, પેલેસ રોડ, કરણપરા અને ઘાંચીવાડમાં સઘન ફોગીંગ કરાયું હતું. સાથે અંગે બેદરકારી દાખવનાર કુલ 443 આસામીને નોટીસ ફટકારવામાં આવી છે.


    લોકોને રોગચાળાનો ભોગ બનતા બચવા માટે તેમણે મહત્વ


    જેમાં તેમણે જણાવ્યું હતું કે, બપોરે 1થી 5નાં સમયગાળામાં અતિશય તાપ હોય વૃદ્ધો, બાળકો સગર્ભા મહિલાએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તેમજ બહાર નીકળવા માટે ચશ્મા અને ટોપી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ સાથે ડી હાઇડ્રેશન થાય તે માટે પાણી ઉપરાંત લીંબુ અને વરિયાળીનાં શરબતનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. આમ છતાં તબિયત બગડે તો તરત મનપાનાં આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક સાધવાની અપીલ પણ તેઓએ કરી હતી.

    First published:

    Tags: RMC, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन