રાજકોટ : ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે માટે ઊંચા ભાવે ટિકિટ ખરીદવી પડશે, જાણો કારણ


Updated: January 2, 2020, 2:19 PM IST
રાજકોટ : ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે માટે ઊંચા ભાવે ટિકિટ ખરીદવી પડશે, જાણો કારણ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (ફાઇલ તસવીર)

500 અને 800 રૂપિયાની ટિકિટનું બુકિંગ ગણતરીની કલાકોમાં જ ફૂલ થઈ જતા હવે લોકોએ ક્રિકેટ મેચ જોવા માટે ઊંચા ભાવની ટિકિટ ખરીદવી પડશે.

  • Share this:
રાજકોટ : આગામી 17મી જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાશે. આ મેચ માટે ગઇકાલથી જ ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેમાં પ્રથમ દિવસે જ ઓનલાઈન બુકિંગ મારફતે 500 રૂપિયા અને 800 રૂપિયાની ટિકિટનું બુકિંગ ફૂલ થઇ ગયું છે.

રાજકોટના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આ ઘટના બની છે, જ્યારે કોઈ મેચની ટિકિટ માટેનું ઓનલાઈન બુકિંગ શરૂ થયાની ગણતરીની કલાકોમાં જ ફૂલ થઈ ગયું હોય. ઓછા ભાવની ટિકિટોનું બુકિંગ ફૂલ થઈ જતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોમાં હાલ ચિંતા પ્રવર્તી રહી છે.

500 અને 800 રૂપિયાની ટિકિટનું બુકિંગ ગણતરીની કલાકોમાં જ ફૂલ થઈ જતા હવે લોકોએ ક્રિકેટ મેચ જોવા માટે ઊંચા ભાવની ટિકિટ ખરીદવી પડશે. હાલ 1500 રૂપિયા, 1800 રૂપિયા, 2500 રૂપિયા, 6000 રૂપિયા અને 10,000 રૂપિયાવાળી ટિકિટ જ ઓનલાઇન બુક થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી 17મી જાન્યુઆરીના રોજ આયોજીત વન-ડે મેચની ટિકિટ આઉટલેટ પરથી 9મી જાન્યુઆરીથી લોકો મેળવી શકશે. પરંતુ હાલ પરિસ્થિતિ કંઈક એવી થઈ છે કે લોકો આઉટલેટ પરથી તો ઠીક ઓનલાઇન પણ બુકિંગ કરાવી શકશે નહીં.
First published: January 2, 2020, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading