બેંકીગ પર્સનલ ડીટેઈલ આપો કરોડ રૂપીયા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે?

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 24, 2017, 2:21 PM IST
બેંકીગ પર્સનલ ડીટેઈલ આપો કરોડ રૂપીયા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે?
અમદાવાદઃનોટબંધી બાદ કેસલેશ ટ્રાન્જેક્શનમાં વધારો થઇ રહ્યો છે તો બીજીબાજુ જોઇએ તો ઓનલાઇન છેતરપિંડીમાં પણ વધારો થઇ રહ્યો છે. આરબીઆઈના નામે લોકો સાથે ઓનલાઈન ચીંટીગની મોડસ ઓપરેન્ડીસ શરૂ થઇ છે.કરોડો રુપીયાની ઓનલાઈન લાલચ આપી ચિટીંગ થાય છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 24, 2017, 2:21 PM IST
અમદાવાદઃઆપના મેઈલ આઈડી પર તો આવે લાખો-કરોડોની રકમની વળતરની લાલચ આપતો મેઈલ તો સાવધાન થઈ જવાની જરુર છે કેમ કે કરોડોની લાલચમાં લોકોએ પોતાના હજારો-લાખો પણ ગુમાવ્યા છે.

તમારી બેંકીગ પર્સનલ ડીટેઈલ આપો અને કરોડો રુપીયા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે જેવી લોભામણી લાલચ આપવામાં આવે છે. જો તમે બેંકીગ ડીટેઈલ આપી તો કરોડો જમા નહી પરંતુ તમારુ એકાઉન્ટમાં જે રકમ હશે તે પણ ખાલી થઇ જશે.અનેક લોકોને રીઝર્વ બેંકના નામે ફ્રોડ લાલચુ મેઈલ આવી રહ્યા છે. જેથી તમે પણ સાવધાન થઇ જાઓ. નાઈઝીરીયન ગેંગના ચીટીંગ ખેલથી બચવા સેલ્ફ અવેરનેસ જરુરી છે.

frod rbi

નોટબંધી બાદ કેસલેશ ટ્રાન્જેક્શનમાં વધારો થઇ રહ્યો છે તો બીજીબાજુ જોઇએ તો ઓનલાઇન છેતરપિંડીમાં પણ વધારો થઇ રહ્યો છે. આરબીઆઈના નામે લોકો સાથે ઓનલાઈન ચીંટીગની મોડસ ઓપરેન્ડીસ શરૂ થઇ છે.કરોડો રુપીયાની ઓનલાઈન લાલચ આપી ચિટીંગ થાય છે.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રવી દુબને જીમેઈલ અને યાહુ મેઈલ બન્ને આઈડી પર આવ્યા છે. રીઝર્વ બેંક તરફથી મેઈલ.જેમાં તેમને બેંક તરફથી 4 કરોડ 76 લાખ 45 હજારની વળતર આપવામા આવી રહી હોવાનુ જણાવવામા આવ્યુ છે. આ મેઈલમાં રીઝર્વ બેંકના સ્ટેમ્પ વાળા પેપર્સ. ગવર્નર ઉર્જીત પટેલ અને તેમની ટીમના ફોટોસ રુપીયા અને લાભાર્થીઓના ફોટોગ્રાફ્સ પણ મોકલવામા આવ્યા છે. કેટલાક લાભાર્થીઓને કોઈક વળતરના લાભ પેટે અમે કરોડો ચુકવ્યા છે.

આ વખતે તમારો નંબર લાગ્યો છે. જેથી તમારી પર્સનલ બેકીંગ ડીટેઈલ મોકલી આપવી તેવુ જણાવવામા આવ્યુ છે. આ તમામ ફોટોગ્રાફ્સ અને કરોડોની લાલચથી કોઈ પણ વ્યક્તી લલચાઈ જાય તેવી સખત એમઓ વાળો આ મેઈલ ગત 14 મી જાન્યુઆરીએ રવી દુબેને મળ્યો છે.

rbiauditingfundtransfer@hotmail.com પરથી આ મેઈલ આવ્યો છે. પ્રથમ મેઈલ આવતા જ રવી ચોકી ગયા અને તેમણે મિત્રોને તેની જાણ કરી તો તેમને ખબર પડી કે આ પ્રકારની ઓલાઈન ચીટીંગના કેસ હાલ ઘણા સામે આવ્યા છે. પરંતુ તેમ છતા લક્ષ્મી ઘેરબેઠા ચાંદલો કરવા આવી હોય તેમ બીજો મેઈલ 17 તારીખે ફરી આવ્યો અને રવી કરોડોની રકમ મળવાની હોવાથી ખુશ થઈ ગયા.

આ સ્ટોરી દર્શાવવાનો હેતુ એકમાત્ર આપને સાવધ કરવાનો છે. કેમ કે રવી દુબેની જેમ કેટલાય લોકોને આવા ફ્રોડ મેઈલ આવી રહ્યા છે અને તેઓ કરોડોની લાલચમાં આવી પોતાની પર્સનલ બેંકીગ ડીટેઈલ આપી દે છે અને તેમના ખાતામાં રહેલા રુપીયા ઘુતારાઓ લઈ છુટે છે. આવા કેટલાય છેતરપીડીંના કેસો સાયબર ક્રાઈમમાં નોધાયા છે અને ધુલ ખાઈ રહ્યા છે.. પોલીસ પણ મોટા ભાગના ઓનલાઈન ફ્રોડના કેસ ઉકેલવામા નિષ્ફલ રહી છે અને એટલે જ ઈટીવી આપને સાવધ કરી રહ્યુ છે આપની સુરક્સા આપના હાથમાં છે.
First published: January 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर