રાજકોટ : ડુંગળીના ભાવમાં બીજા દિવસ પણ કડાકો, ભાવ 2000થી ઘટીને 600 થયો


Updated: December 12, 2019, 4:01 PM IST
રાજકોટ : ડુંગળીના ભાવમાં બીજા દિવસ પણ કડાકો, ભાવ 2000થી ઘટીને 600 થયો
ડુંગળીના જથ્થાબંધ ભાવમાં સતત ઘટાડો.

એક તરફ સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ આસમાને હોવાથી લોકો રડી રહ્યાં છે, ત્યારે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ડુંગળીના ઓછા ભાવ મળતા હવે ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે.

  • Share this:
રાજકોટ : રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો છે. રાજકોટ અને ગોંડલ યાર્ડમાં આજે ડુંગળી 20 કિલોગ્રામના ભાવ 600 રૂપિયાથી લઈને 1100 રૂપિયા બોલાયા હતા. જ્યારે બે દિવસ પહેલા ખેડૂતોને 20 કિલો ડુંગળીના 2000 થી 2200 રૂપિયા મળતા હતા. બીજી તરફ ભાવ ઘટી જતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

એક તરફ સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ આસમાને હોવાથી લોકો રડી રહ્યાં છે, ત્યારે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ડુંગળીના ઓછા ભાવ મળતા હવે ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. સ્થાનિક બજારમાં એક કિલો ડુંગળી 100થી 120 રૂપિયા સુધી કિલો વેચાઈ રહી છે, જ્યારે યાર્ડમાં ખેડૂતોને 20 કિલો ડુંગળીના ફક્ત 600થી થી 1100 જ મળી રહ્યા છે.

ડુંગળીના ભાવ ન મળતા હોવા માટે અનેક કારણ જવાબદાર

ખેડૂતોને ડુંગળીના ભાવો ન મળવા માટે એકથી વધારે કારણ જવાબદાર છે. જેમાં સરકાર દ્વારા સ્ટોક નિયંત્રણ લાદવામાં આવ્યો હોવાનું કારણ મુખ્ય છે. જેના કારણે વેપારીઓ ઓછી ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત ભાવો ઊંચકાયા બાદ ખેડૂતો કાચી ડુંગળી લઈને માર્કેટમાં આવી રહ્યા હોવાનું કારણ પણ જવાબદાર છે. બીજી તરફ યાર્ડોમાં અમુક સમય સુધી જ ડુંગળીની હરાજી કરવામાં આવતી હોવાથી ખેડૂતોને ડુંગળી વેચવામાં વાર લાગી રહી છે, આ કારણે પણ ભાવ ઓછા મળી રહ્યા છે.

સૌરાષ્ટ્રના ખેડૂતોનું કહેવું છે કે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદને લીઘે ડુંગળીના હેક્ટરદીઠ ઉત્પાદનમાં 50 ટકાનો ધટાડો થયો છે. બીજી તરફ માર્કેટિંગ યાર્ડોમાં આઠ દિવસે એકવાર ડુંગળી ઉતારવા દેવામાં આવતા ડુંગળી બગડી રહ્યાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે.
First published: December 12, 2019, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading