રાજકોટ : શહેરમાં સોમવારે યુવક પર છરાથી હુમલાનો બનાવ સામે આવ્યો છે. હવે રાજકોટ જિલ્લાના લોધીકા જીઆઈડીસી વિસ્તારમાં એક યુવતી પર ધરાર પ્રેમીએ છરીથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે યુવતીએ લગ્ન માટેની ના કહી દેતા ધરાર પ્રેમી ગુસ્સે ભરાયો હતો અને યુવતી પર હુમલો કરી દીધો હતો. જે બાદમાં યુવકે પોતે પણ ગળા પર છરી મારી હતી. મળતી માહિતી પ્રમાણે લોધીકા જીઆઈડીસી ખાતે વિક્રમ પાંડેસર નામના યુવકે એક યુવતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતીએ લગ્નનો પ્રસ્તાવ ફગાવી દેતા ગુસ્સે ભરાયેલા વિક્રમે યુવતીના ગળાના ભાગે છરી મારી દીધી હતી. જે બાદમાં પોતે પણ ગળા પર છરી મારી હતી.
'તારા વગર મારી જિંદગી અધૂરી'
એવી પણ માહિતી મળી છે કે, યુવતીએ લગ્નનો પ્રસ્તાવ ફગાવી દીધા બાદ વિક્રમે તેને 'તારા વગર મારી જિંદગી અધૂરી' હોવાનું જણાવીને તેના પર હુમલો કરી દીધો હતો. હાલ યુવક અને યુવતી બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વીડિયો સામે આવ્યો
ધરાર પ્રેમીએ યુવતી પર કરેલા હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે યુવત હાથમાં છરી સાથે રસ્તા પર ઉભો છે, જયારે યુવતી ઘાયલ હાલતમાં જમીન પર પડી છે. આ સમયે એક વ્યક્તિ યુવતીને રસ્તા પરથી ખસેડવાનો પ્રયાસ કરે છે. જ્યારે યુવક હાથમાં છરી સાથે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર