રાજકોટઃ દારૂની રેડ બાદ ગેરરીતિ સામે આવતા PI, PSIને કરાયા સસ્પેન્ડ

રાજકોટઃ દારૂની રેડ બાદ ગેરરીતિ સામે આવતા PI, PSIને કરાયા સસ્પેન્ડ
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકના PI, PSIને દારુની રેડ બાદ યોગ્ય કાર્યવાહી ન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 • Share this:
  રાજકોટઃ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PI, PSIને સસ્પેન્ડ કરતા ફફળાટ ફેલાયો છે. દારૂની રેડ બાદ યોગ્ય કાર્યવાહી ન કરાતા પોલીસ કમિશ્નરે પીઆઇ , પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરી દીધા છે.

  મળતી માહિતી મૂજબ થોડા સમય પહેલા ઘંટેશ્વર વિસ્તારમાં દેશી દારૂની રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન કેટલીક ગેરીરિતીઓ પણ સામે આવી હતી. એટલુ જ નહીં આમાં સંડોવાયેલા આરોપીઓના નામ પણ બદલી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ જ મામલાને લઇને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે આકરુ વલણ દાખવ્યુ હતુ.  PI એચ.આર ભાટુ


  ભાનુ મિયાત્રા, કોન્સ્ટેબલ


  દારૂની રેડ બાદ અનેક ખોટી માહિતી બહાર આવી હતી. ઉપરાંત કાર્યવાહી પણ ખોટી રીતે કરવામાં આવી હતી. જેની તપાસ બાદ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ.આર ભાટુ., ડી સ્ટાફના પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ ભાનુ મિયાત્રા અને યુવરાજસિંહને સસ્પેન્ડ કરી દીધા હતા.
  First published:July 04, 2018, 13:33 pm

  टॉप स्टोरीज