Home /News /kutchh-saurastra /

રાજકોટઃ ભરઉનાળે વધુ એક પાણીકાપ, વોર્ડ નં-8,10,11નાં લોકો તરસ્યા રહેશે

રાજકોટઃ ભરઉનાળે વધુ એક પાણીકાપ, વોર્ડ નં-8,10,11નાં લોકો તરસ્યા રહેશે

રાજકોટઃ ભરઉનાળે વધુ એક પાણીકાપ, વોર્ડ નં-8,10,11નાં લોકો તરસ્યા રહેશે.

શહેરમાં (City) ભારે ગરમી (Extreme heat) વચ્ચે પાણીની (Water) માંગ વધતા મનપા દ્વારા વધુ પાણીની સપ્લાય થઇ રહી છે. તો બીજી તરફ નવા ભળેલા અને છેવાડાના વિસ્તારો મળી હાલ પાઇપલાઇન (Pipeline) વગરની જગ્યાઓએ પાણી પહોંચાડવા 300 જેટલા ટેન્કર ( 300 tankers ) દોડે છે

વધુ જુઓ ...
  મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ) : Rajkot શહેરમાં (City) ભારે ગરમી (Extreme heat) વચ્ચે પાણીની (Water) માંગ વધતા મનપા દ્વારા વધુ પાણીની સપ્લાય થઇ રહી છે. તો બીજી તરફ નવા ભળેલા અને છેવાડાના વિસ્તારો મળી હાલ પાઇપલાઇન (Pipeline) વગરની જગ્યાઓએ પાણી પહોંચાડવા 300 જેટલા ટેન્કર ( 300 tankers ) દોડે છે. બીજી તરફ આવી કાળઝાળ ગરમી (Scorching heat) વચ્ચે આજરોજ રાજકોટના વોર્ડ નં.10, 11 અને પાર્ટના જુદા જુદા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી છે.

  પુનિતનગર અને ચંદ્રેશનગરના ભાગ હેઠળ 600 એમ.એમ. ડાયા એમ.એસ.ની સપ્લાય પાઈપ લાઈન નાના મવા સર્કલ ફલાય ઓવર બ્રીજનાં એલાઇનમેન્ટરમાં આવતી હોય, જે શીફટ કરવાની કામગીરી પૂર્ણ થયેલ છે. જેનું જોડાણ હયાત લાઇન સાથે કરવાનું થતું હોય, આજરોજ આ બંને ઝોનના વોર્ડ નં. 8 , 10 , 11 નાં વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

  આ વિસ્તારોની યાદી આ મુજબ

  વોર્ડ નં. 8 : રામધામ, ન્યુ. કોલેજવાડી, સામ્રાજય એપાર્ટમેન્ટ્, સરકારી વસાહત, જગન્નાસથ, નવજયોત પાર્ક, એ.પી.પ્લો ટ, સિલ્વર એવન્યુ, સાંઇનગર, જયગીત સોસાયટી, બ્રહ્મકુંજ સોસાયટી, નારાયણનગર, અમરનાથ મહાદેવ રોડ, ગુલાબવિહાર, નાનામવા આવાસ, સાકેત પાર્ક, ગંગદેવ પાર્ક, આવકાર એવન્યું, ગોલ્ડન પાર્ક, ચૈતન્ય બંગલો, સૈારભ બંગલો, શ્રી રાજ રેસીડેન્સી, ફોરફિલ્ડ એપાર્ટમેન્ટ, પ્રદ્યુમન પાર્ક, ઇન્દ્રલોક રેસીડેન્સી.

  વોર્ડ નં.10 : સત્યમ પાર્ક, શિવ દ્રષ્ટિ, દિપવન પાર્ક, બેકબોન હાઇટસ, શિવમ પાર્ક, જય પાર્ક, સ્વાતિ પાર્ક, પાવન પાર્ક, આસોપાલવ સ્પ્રીંગ એપાર્ટમેન્ટ, શિલ્પન રીગાલીયા, નિધિ કર્મચારી સોસાયટી, મારૂતિ પાર્ક, અલય પાર્ક-1, શ્રીજી હેરીટેજ. શ્યામલ વિહાર, ફુલવાડી પાર્ક, શિવ આરાધના, અલય પાર્ક, સગુન રેસીડેન્સી, શ્રીજી પાર્ક, આલાપ હેરીટેજ, મારૂતિ મેઇન રોડ

  આ પણ વાંચો: રેપીસ્ટ તરીકે ખોટા મેસેજ વાયરલ થતા સુરતના DGVCLના કર્મીએ કર્યો આપઘાત

  વોર્ડ નં. 11 : લક્ષ્મી સોસાયટી, વલ્લભ વિદ્યાનગર, ગોવિંદરત્નમ સોસાયટી, બેકબોન પાર્ક, આર.જી.બંગલો, ગોવિંદરત્ન બંગ્લોરઝ, ગોવિંદરત્ન વિલા, ગોવિંદરત્ન આવાસ, અર્જુન પાર્ક, તાપસ સોસાયટી, ઉપાસના, અર્જુન પાર્ક આવાસ, સાગર ચોક આવાસ, સરદાર પટેલ પાર્ક-ર, તુલશી પાર્ક (નાનામવા) સિલ્વર ગોલ્ડા રેસીડેન્સીઝ, ગોવિંદ પાર્ક, અલય પાર્ક-(એ) અને (બી), નાના મવા ગામતળ, તિરૂપતિ પાર્ક, હરિદ્વાર હાઇટસ, જમના હેરીટેજ મેઇન રોડ, શાસ્ત્રી નગર (અજમેરા), કલ્યાણ પાર્ક. દરમ્યાન ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે અને છેલ્લા દિવસોમાં જળ માંગમાં પણ વધારો થયો છે.

  શહેરમાં રોજ 300 M L D જેટલા પાણીનું વિતરણ કરવામાં આવે છે, જે સામે હવે 330 થી 340 M L Dનું વિતરણ કરવામાં આવે છે. તો બીજી તરફ શહેરમાં નવા ભળેલા વિસ્તારો અને વર્ષોથી છેવાડે રહેલા ઘણા વિસ્તારોમાં પાણીના ટેન્કર દોડી રહ્યા છે. આગામી દિવસોમાં નવા ભળેલા વિસ્તારમાં જરૂર મુજબ ટેન્કર વધારવા કોર્પો.ની તૈયારી છે. પરંતુ હાલ 300 જેટલા ટેન્કર વર્ષોથી દોડી રહ્યા છે. દર વર્ષે મહાપાલિકા દ્વારા પાઇપલાઇન વિહોણા વિસ્તારો, ઝુંપડપટ્ટીઓ, અંતરીયાળ વિસ્તાર માટે પાણીના ફેરાના કોન્ટ્રાકટ આપવામાં આવે છે.

  આ પણ વાંચો: સુરતમાં IPL સટ્ટા રેકેટનો પર્દાફાશ, SMCએ જાહેર કરી 50 સટોડિયા, બુકીઓની યાદી

  સેન્ટ્રલ ઝોનમાં દરરોજ નવા ભળેલા માધાપર વિસ્તારમાં 97થી 98 ટેન્કર, વેસ્ટ ઝોન હેઠળના મુંજકા, મોટામવા, ઘંટેશ્વર સહિતના નવા ભળેલા વિસ્તારોમાં પ્રતિ દિવસના 102 ટેન્કર મોકલી પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે ઇસ્ટઝોન હેઠળના સામાકાંઠા સહિતના વિસ્તારોમાં સૌથી વધુ 100 જેટલા ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે જેમાં મુખ્યત્વે વોર્ડ નં.4માં મોરબી રોડ પર તિરૂપતિ સહિતના છેવાડાના વિસ્તારો, વોર્ડ નં.5માં મંછાનગર ઢાળીયો, વોર્ડ નં.6માં પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ અને લાલપરી તળાવ નજીકના સાગરનગર તેમજ અન્ય મફતિયા વિસ્તાર, વોર્ડ નં.18માં કોઠારીયા ગામતળ, ગણેશ પાર્ક, ગોપાલનગર, શિવનગર, શિવ શક્તિ પાર્ક સહિતના એક ડઝનથી વધુ વિસ્તારોમાં દરરોજ 100 જેટલા ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

  રાજકોટ જિલ્લાના 25 જેટલા ડેમોની સ્થિતિ

  હાલ ઉનાળાની શરૂઆતે જ રાજકોટ જિલ્લાનાં 25 ડેમોમાં હાલ 32 ટકા જેટલું પાણી છે. તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ પણ અડધો ખાલી થઈ ચૂક્યો છે. જ્યારે આજીડેમમાં પણ 50% પાણી છે. જો કે રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા આજી-ન્યારીમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. પરંતુ જિલ્લાના જે ગામોમાં નર્મદાની લાઈન નથી ત્યાં જળસંકટ વધુ ઘેરું બનવાની પુરી સંભાવના છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તે જોવું અતિ મહત્વનું બની રહશે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Rajkot News, રાજકોટ

  આગામી સમાચાર