રાજકોટમાં કોરોના વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ, સ્વાઇન ફ્લૂથી 24 કલાકમાં બેનાં મોત

News18 Gujarati
Updated: March 17, 2020, 9:44 AM IST
રાજકોટમાં કોરોના વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ, સ્વાઇન ફ્લૂથી 24 કલાકમાં બેનાં મોત
પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર, છેલ્લા ચાર દિવસમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા, જેમાંથી બે દર્દીનાં મોત થયા.

  • Share this:
રાજકોટ : હાલ ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના વાયરસ (Coronavirus Cases in World)ના કારણે ચિંતિત છે. દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથોસાથ કોરોના વાયરસના કારણે દિવસેને દિવસે મૃત્યુનો આંક (Death Ratio Due to Coronavirus) પણ વધી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધી કોરોના વાયરસને કારણે વિશ્વમાં 7000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજકોટની સિવિલ હૉસ્પિટલ (Rajkot Civil Hospital)માં કોરોના વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાવા પામ્યો છે.

ઇંગ્લેન્ડના નોટિંગહામ શહેરમાંથી પરત ફરેલા 19 વર્ષીય યુવકમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેનું સેમ્પલ લેવામાં આવ્યું છે. આ સેમ્પલ તપાસ માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. યુવાનનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે યુવકની અંદર કોરોના વાયરસના પોઝિટિવ લક્ષણો છે કે નહીં.

આ પણ વાંચો : કોરોના સામે લડવા માટે PM મોદીએ લોકો પાસે માંગી સલાહ, 1 લાખ રૂ.ના ઇનામની પણ જાહેરાત

બીજી તરફ શહેરમાં સ્વાઈન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સ્વાઈન ફ્લૂનો ત્રીજો કેસ નોંધાવા પામ્યો છે. જે પૈકી બે દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. રવિવારના રોજ પડધરીની મહિલા દર્દીનું મોત સ્વાઇન ફ્લૂના કારણે થયું હતું. ગઈકાલે એટલે કે સોમવારના રોજ ઉપલેટાના વૃદ્ધાનું સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજ્યું છે.

આ પણ વાંચો : કોરોના : AMCએ જાહેરમાં થૂંકતાં 1,244 લોકો પાસેથી એક જ દિવસમાં 6.22 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો

એક તરફથી વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે બીજી તરફ રાજકોટમાં છેલ્લા 24 કલાકની અંદર સ્વાઈન ફ્લૂના કારણે બે વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
First published: March 17, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading