રાજકોટ : રિક્ષા ઊંધી વળી જતા પાંચ બહેનોનાં એકનાં એક ભાઇનું મોત

News18 Gujarati
Updated: November 7, 2019, 2:50 PM IST
રાજકોટ : રિક્ષા ઊંધી વળી જતા પાંચ બહેનોનાં એકનાં એક ભાઇનું મોત
પ્રતિકાત્મક તસવીર

એક સીએનજી રિક્ષા કાર સાથે ધડાકાભેર અથડાતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : રાજકોટમાં રિક્ષા અને કારનાં અકસ્માતમાં આશાસ્પદ 17 વર્ષનાં કિશોરનું મોત નીપજ્યું છે. ગઇકાલે મોડી સાંજે એક સીએનજી રિક્ષા કાર સાથે ધડાકાભેર અથડાતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. આ રિક્ષામાં એક ભાઇ, બહેન અને તેમની માતા જઇ રહ્યાં હતાં. જેમાંથી ભાઇનું મોત નીપજ્યું હતું જ્યારે બહેન અને માતાને થોડી થોડી ઇજા પહોંચી હતી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ભાઇ, બહેન અને માતા પોતાની મોટી બહેનનાં ઘરે મળવા રિક્ષામાં જઇ રહ્યાં હતાં. તે દરમિયાન આ રિક્ષા કાર સાથે ધડાકાભેર અથડાતા રિક્ષા ઊંધી પડી ગઇ હતી. જેમાં રિક્ષા ચાલકનો તો બચાવ થયો છે પરંતુ અંદરનાં કિશોરનું મોત નીપજ્યું છે. આ પરિવાર કોઠારીયા રોડ પર આવેલા રણુજાનગરનાં રહેવાસી છે. તેમાં બેઠેલા માતાનું નામ ગીતાબેન ગોપાલભાઇ ટીડાણી, તેમની દીકરીનું નામ પૂનમબેન જ્યારે મૃત્યું પામ્યો તે દીકરાનું નામ બલદેવ હતું.

આ પણ વાંચો : હૉટલોના કિચન બહાર હવે 'NO Entry'નું બોર્ડ નહીં લગાવી શકાય, કોઈ પણ વ્યક્તિ સ્વચ્છતાની તપાસ કરી શકશે

અકસ્માત બાદ ત્રણેય જણને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં ઇજાગ્રસ્ત માતા અને પુત્રીની સારવાર થઇ રહી હતી અને સારવાર દરમિયાન જ પુત્રનું મોત નીપજ્યું છે. બલદેવ પરિવારમાં પાંચ બહેનો વચ્ચે એકનો એક જ ભાઇ હતો. જેના મોતને કારણે પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
First published: November 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...