રાજકોટના ગોંડલ નજીક જૂથ અથડામણ, 24 વર્ષ પહેલા થયેલી હત્યાનો લેવાયો બદલો

News18 Gujarati
Updated: November 21, 2018, 7:05 PM IST
રાજકોટના ગોંડલ નજીક જૂથ અથડામણ, 24 વર્ષ પહેલા થયેલી હત્યાનો લેવાયો બદલો
કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 1993માં કાળુભાઇએ હત્યા કરી હતી જેનો 24 વર્ષે બદલો લેવા માટે કાળુભાઇની હત્યા કરાઇ છે. હાલ પોલીસે પ્રાથમિક તપાસ કરી ગુનો દાખલ કર્યો

કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 1993માં કાળુભાઇએ હત્યા કરી હતી જેનો 24 વર્ષે બદલો લેવા માટે કાળુભાઇની હત્યા કરાઇ છે. હાલ પોલીસે પ્રાથમિક તપાસ કરી ગુનો દાખલ કર્યો

  • Share this:
રાજકોટના ગોંડલ તાલુકામાં જૂથ અથડામણની ઘટના પ્રકાશમાં આવી છે, એક જ કોમના બે જૂથોનું ટોળું સામ સામે આવી ગયું હતું જેમાં એકનું ઢીમ ઢોળાયું છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે, ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો દીપિકા Weds રણવિર: બેંગલોરમાં રિસેપ્શન શરૂ, જાણો કેવી છે તૈયારી

પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ હાઇવે ભરૂડી ટોલનાકા પાસે બપોરના બે કલાકના સુમારે મૂળ શેમળાના અને છેલ્લા કેટલાક વર્ષોથી સરધારના બાળપર ગામે રહેતા કાળુભાઇ હીરાભાઈ સરસિયા ઉવ. 62 ઉભેલા હોય કેટલાક શખ્સોએ દોડી આવી કાળુભાઇ ઉપર હુમલો કરતા તે ગંભીર રીતે ઘવાયા હતા અને તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો, ઘટનાની જાણ તાલુકા પીએસઆઇ અજયસિંહ જાડેજાને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

રાજકોટના ગોંડલ તાલુકા નજીક આવેલા ભરુડી ગામ પાસે જૂથ અથડામણ સર્જાઇ હતી, આ જૂથ અથડામણ એક જ કોમના બે જૂથ વચ્ચે સર્જાઇ હતી, જેમાં કાળુ સરસિયા નામના એક વ્યક્તિનું મોત થયાનું બહાર આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અંતગ અદાવતમાં આ અથડામણ સર્જાઇ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ 1993માં કાળુભાઇએ હત્યા કરી હતી જેનો 24 વર્ષે બદલો લેવા માટે કાળુભાઇની હત્યા કરાઇ છે. હાલ પોલીસે પ્રાથમિક તપાસ કરી ગુનો દાખલ કર્યો છે અને વધુ વિગતો મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
First published: November 21, 2018, 6:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading