રાજકોટ: ડિઝલ ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત, એકનું મોત - મોટી જાનહાની ટળી


Updated: January 22, 2020, 10:44 PM IST
રાજકોટ: ડિઝલ ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત, એકનું મોત - મોટી જાનહાની ટળી
રાજકોટ અકસ્માત - એકનું મોત

ડીઝલની રોડ પર રેલમછેલ બોલી હોય વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો

  • Share this:
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થતો જાય છે. વાહન ચાલકની એક નજીવી ભૂલ કમોતે મોતનું કારણ બની જાય છે. આવી જ એક વધુ અકસ્માતની ઘટના રાજકોટથી સામે આવી છે, જેમાં ટેન્કર ચાલકનું કમામકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ રામોદ રોડ પર અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ઘોઘાવદર પાસે ડીઝલ ભરેલા ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં ટેન્કર ચાલકનું કમકમાટીભર્યુ મોત નીપજયું હતું, અકસ્માતના પગલે તાલુકા પોલીસ અને નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયું હતું.

ગોંડલથી આશરે પંદર કિલોમીટર દૂર રામોદ ગામ પાસે GJ01 UU 9234 ડીઝલ ભરેલા ટેન્કર અને GJ03 DV 2619 ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કર રોડ પર પટકાયું હતું અને ડીઝલની રોડ પર રેલમછેલમ બોલી હતી. જોકે, સદનશીબે કોઈ સ્પાર્ક ન થતા મોટી જાન હાની ટળી છે, ટેન્કરમાં ડિઝલ ભરેલું હોવાથી સ્પાર્ક થયું હોત તો, મોટી દુર્ઘટના ઘટી ગઈ હોત.

આ અકસ્માતમા ટેન્કર ચાલક વિપુલ બાવકુભાઈ કોલા (ઉંમર વર્ષ 34) રહે દેસાઈ, ભાવનગર વાળાનું મોત નિપજતા તેના મૃતદેહને ગોંડલ સરકારી દવાખાને પીએમ માટે ખસેડાયો હતો, ડીઝલની રોડ પર રેલમછેલ બોલી હોય વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને અકસ્માત સ્થળથી બંને સાઇડ વાહનોની કતારો જામી હતી. ઘટનાને પગલે તાલુકા પોલીસનો કાફલો તેમજ ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા.
First published: January 22, 2020, 10:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading