રાજકોટમાં છરીના 37ઘા ઝીંકી મિત્રની હત્યા કરનારા આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું

News18 Gujarati
Updated: February 25, 2019, 2:39 PM IST
રાજકોટમાં છરીના 37ઘા ઝીંકી મિત્રની હત્યા કરનારા આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું
પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું

રાજકોટમાં રવિરત્ન પાર્કમાં થયેલી હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રાજકોટમાં રવિરત્ન પાર્કમાં થયેલી હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવીમાં કેદ થયેલી આ ક્રૂર ઘટનાને લીધે આખા રાજકોટમાં ઘેરા પડઘા પાડ્યા હતા. ખુલ્લેઆમ એક સાથે ૩૫થી વધુ ઘા ઝીંકનાર ફિરોઝને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે અને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

એટલું જ નહીં, પોલીસે આરોપી પાસે જાહેરમાં માફી મંગાવી હતી. મહત્વનું છે કે આરોપી ફિરોઝે તેના જ મિત્ર મહેશ મકવાણાની જાહેરમાં હત્યા કરી દીધી હતી. મનાઈ રહ્યું છે કે, રુપિયાની લેતી દેતીમાં આરોપી ફિરોઝે તેના જ મિત્ર મહેશ મકવાણાની હત્યા કરી હતી.

ફિરોઝે તેના જ મિત્ર મહેશ મકવાણાની જાહેરમાં હત્યા કરી દીધી હતી


જોકે, બંને છેલ્લા ઘણા સમયથી પાર્ટનરશિપમાં ધંધો કરતા હતા. પરંતુ મહેશે પાર્ટનરશીપ છોડી દેતા બંને વચ્ચે ખટરાગ પેદા થયો હતો અને ફિરોઝે પોતાના જ મિત્ર મહેશ પર શંકા રાખી તેની પર ઘાતકી હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: મંગળવારે અડધા રાજકોટ શહેરમાં પાણીકાપ રહેશે

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં હત્યા મારામારીની દહેશત ન ફેલાય તે માટે આરોપીને ઘટના સ્થળે લઈ જવાયો હતો અને તેની જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી. 
First published: February 25, 2019, 1:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading