રાજકોટ: રક્ષાબંધનના દિવસે બહેનો માટે સીટી બસમાં મુસાફરી ફ્રી

News18 Gujarati
Updated: August 23, 2018, 4:32 PM IST
રાજકોટ: રક્ષાબંધનના દિવસે બહેનો માટે સીટી બસમાં મુસાફરી ફ્રી
રક્ષાબંધનના દિવસે સીટી બસ અને BRTSની બસોમાં બહેનો માટે મુસાફરી ફ્રી

રાજકોટ શહેરમાં રક્ષાબંધનના દિવસે સીટી બસ અને બીઆરટીએસ(BRTS)ની બસોમાં બહેનો ફ્રી મા મુસાફરી કરી શકશે.

  • Share this:
મેયર બિનાબેન આચાર્ય તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે, “રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. જેનું સંચાલન રાજકોટ રાજપથ લી. (એસ.પી.વી) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ ૬૦ મીની તથા ૩૦ સ્ટાન્ડર્ડ બસ મળી કુલ ૯૦ બસ દ્વારા સિટી બસ સેવા તથા ૧૦ એ.સી. બસ દ્વારા બી.આર.ટી.એસ. બસ સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. બંને બસ સેવાનો દૈનિક ૫૦,૦૦૦ થી વધુ શહેરીજનો દ્વારા લાભ ઉઠાવવામાં આવે છે.”

૨૬ ઓગષ્ટને રવિવારના રોજ “રક્ષાબંધન”ના તહેવાર નિમિતે આ બંને બસ સેવાનો વધુને વધુ લોકો લાભ લે તેવા હેતુથી બહેનો માટે આ તહેવાર નિમિતે ફ્રી બસ સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવ્યુ છે. રક્ષાબંધના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો/મહિલાઓ મફત મુસાફરી કરી શકશે.

રાજકોટમાં બીઆરટીએસ બસ સેવા ગોંડલ રોડ ચોકડીથી જામનગર રોડ ચોકડી સુંધીના રિંગ રોડ પર ચાલે છે. જ્યારે સીટી બસ સેવા સમગ્ર રાજકોટ શહેરમાં ચાલે છે.
First published: August 23, 2018, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading