Home /News /kutchh-saurastra /

શુક્રવારે ખોડલધામ ટ્રસ્ટની પત્રકાર પરિષદ, પરેશ ગજેરા રાજીનામું આપશે?

શુક્રવારે ખોડલધામ ટ્રસ્ટની પત્રકાર પરિષદ, પરેશ ગજેરા રાજીનામું આપશે?

આવતીકાલે ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠક બાદ ખોડલધામના ટ્રસ્ટીઓ એક પત્રકાર પરિષદ પણ યોજશે. આવતીકાલે બેઠક થાય તે પહેલા જ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આવતીકાલે પરેશ ગજેરા રાજીનામું આપી શકે છે. સમાજના લોકો પરેશ ગજેરાથી નારાજ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

જોકે, બીજી તરફ સૂત્રો જણાવી રહ્યા છે કે, પરેશ ગજેરા રાજીનામું આપવા નથી માંગતા, પરેશ ગજેરા દ્રારા ટ્રસ્ટીઓ પર દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ બાજુ નરેશ પટેલ ઝુક્યા ન હોવાની વાત સામે આવી છે. બીજી બાજુ એવા પણ સંકેત મળી રહ્યા છે કે, પરેશ ગજેરા પોતાની વાત પર અડગ રહી રાજીનામું નહીં આપે. જોકે, પરેશ ગજેરા રાજીનામું આપે છે કે નહીં તે વાતનું રહસ્ય આવતીકાલે ખોડલધામની બેઠક બાદ જ સામે આવશે.

ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ચેરમેન તેમજ પાટીદાર નેતા નરેશ પટેલે ખોડલધામ ટ્રસ્ટમાંથી રાજીનામું પરત ખેંચી લીધું છે. જોકે, તેમણે પોતાના રાજીનામાની અધિકારિક જાહેરાત કરી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમાજના આગેવાનો તેમજ ખોડલધામના નેતાઓની સમજાવટ બાદ તેમણે રાજીનામું પરત ખેંચી લીધું છે. રાજીનામું પરત ખેંચાયા બાદ સમાજના આગેવાનોએ ખુશી વ્યક્ત કરી હતી. ખોડલધામ ખાતે લોકોએ મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી.

નરેશ પટેલના રાજીનામાની વાત બાદ તેના સમર્થનમાં અમરેલી તાલુકા ખોડલધામ પ્રમુખ ભરત ચકરાણીએ રાજીનામું આપી દીધું છે. ખોડલધામ યુવા ગ્રુપના શીવલાલ હપાણી અને ભુપત સાવલિયાએ રાજીનામું ધરી દીધું છે.

ખોડલધામ સાઉથ ઝોન કન્વિનર સુધીર પટેલ પણ રાજીનામું આપશે. બોટાદ જિલ્લા ખોડલધામ કન્વીનર પદેથી સી.એલ. ભીકડીયા રાજીનામું આપશે. તો ઉપલેટાના કન્વીનર વિઠ્ઠલભાઈ વોરા સહિતની ટીમ પણ રાજીનામું આપશે. ગુજરાત ખોડલધામ યુવા સમિતિના ચેરમેન લાભેશ પારખીયાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. ગોંડલ ખોડલધામના કન્વીનર રાજુભાઈ સોજીત્રાએ પણ રાજીનામું આપી દીધું છે.
First published:

Tags: Friday, Khodaldham Trust, Naresh Patel, Paresh Gajera, Press Conference

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन