રાજકોટ: રાજકોટ જિલ્લામાં અજીબો ગરીબ (OMG) કિસ્સો બન્યા હોવાનું સામે આવ્યું છે. જે કિસ્સામાં બાઇક પરથી પત્ની બે વખત પડી જતા પતિ પોતાની પત્નીને હવે તું નથી જોઇતી કહીને રસ્તા વચ્ચે મૂકીને જતો રહ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આપણે ત્યાં આજે પણ લગ્ન સંબંધ (Marriage) બાંધવા સમયે દીકરી સામે દીકરી લેવાનું ચલણ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે જસદણમાં (Jasdan) રહેતા પરિવારના દીકરા-દીકરી વચ્ચે સામ સામે થયેલા લગ્નજીવનનો (marriage life) એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ત્યારે સમગ્ર બનાવ અંગે 181માં ફરજ બજાવનારા કાઉન્સેલર પ્રિયંકાબેન રાઠવાએ ન્યુઝ 18 ગુજરાતી (News18 Gujarati) સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાંજના સમયે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181માં જાણ કરવામાં આવી હતી કે, જસદણ ગામમાં રહેતા સવિતાબેનને (નામ બદલાવેલ છે) તેમના પતિ રસ્તામાં ઉતારીને જતાં રહેલ છે.
જે બાદ બહેન ઘરે જવાની ના પાડે છે. તો સાથે જ જીવનથી કંટાળીને આત્મહત્યા કરવાનો વિચાર પણ કરી રહ્યા છે. ત્યારે ગોંડલ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ તેમજ કોન્સ્ટેબલ પરવાના બેન સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જે બાદ મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેને ઘરે પરત ફરવા માટે સમજાવવામાં આવ્યા હતા.
કાઉન્સેલિંગ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમને જાણવા મળ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી સવિતાબેનની તબિયત નાદુરસ્ત ચાલી રહી છે. ત્યારે પતિ-પત્ની બાઈક પર જતા હતા. તે દરમિયાન બાઇક પરથી સવિતાબેન બે વખત પડી જતા તેનો પતિ ગુસ્સે થયો હતો. તેના પતિને લાગ્યું હતું કે તેની પત્ની સવિતા જાણી જોઈને બાઇક પરથી પડી જાય છે. ત્યારે પતિ રમેશે (નામ બદલાવેલ છે) પત્ની સવિતાને રસ્તામાં ઉતારીને ત્યાંથી જતો રહ્યો હતો. તો સાથે જ પોતાની પત્ની કવિતા ને કહ્યું હતું કે મારે હવે તું નથી જોઈતી.
કાઉન્સેલિંગ દરમિયાન સવિતાએ 181ની ટીમને જણાવ્યું હતું કે, તેમના લગ્ન સંબંધમાં ભાઇ-બહેનનું સામ સામુ લગ્ન કરેલ હોવાથી પોતે જો પિયર જાય તો પોતાના ભાઇનું લગ્નજીવન પણ ભાંગી પડે. જેના કારણે સવિતાબેન પોતાના પિયરમાં જતાં પણ અચકાતા હતા.
" isDesktop="true" id="1075564" >
ત્યારે 181 ની ટીમ દ્વારા સૌપ્રથમ સવિતાબેન ને તેના પિયર લઈ જવામાં આવ્યા હતા ત્યાં સવિતાબેનના પતિ રમેશને પણ બોલાવવામાં આવ્યો હતો માતા પિતા ભાઈ ભાભી તમામ ની હાજરીમાં પતિ રમેશને આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ક્યારેય પણ ન કરવા બાબતે ઠપકો પણ આપ્યો હતો. તો સાથે જ સવિતાબેન ને સારવાર કરાવવા તેમજ ધ્યાન રાખવા બાબતે પણ તેના પતિને સમજાવવામાં આવ્યો હતો. આમ, 181ની ટીમ દ્વારા વધુ એક વખત કોઈ પરિવારનો માળો તૂટતા બચાવી લેવામાં આવ્યો છે.