રાજકોટ : માતાપિતાને માર માર્યા બાદ જેલમાં ધકેલવાની પુત્રએ ગોઠવી વ્યવસ્થા, વાહ કળિયુગી શ્રવણ વાહ!

રાજકોટ : માતાપિતાને માર માર્યા બાદ જેલમાં ધકેલવાની પુત્રએ ગોઠવી વ્યવસ્થા, વાહ કળિયુગી શ્રવણ વાહ!
ગોંડલ સિટી પોલીસની ફાઇલ તસવીર

ઘરડા માતાપિતા દીકરાને માર મારી અને તેને ઇજા પહોંચાડી શકે? દીકરાએ માતાપિતાને માર માર્યો ઉલટી સામે જ ફરિયાદ કરી હોવાની વિગતો

  • Share this:
ગોંડલ શહેરમાં (Gondal) કળિયુગના શ્રવણે (Son) પોતાને માતા-પિતાને (Son Beaten Parents) વારસાઈ મકાનના પૈસા બાબતે ધાક ધમકાવી માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટ શેરી નંબર 1માં યાગ્નિક હનુમાનજી મંદિરની સામે રહેતા દિલીપ સિંહ સોલંકી નામના વૃદ્ધે પોતાના જ પુત્ર રાજદીપસિંહ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ગોંડલ સિટી પોલીસ  (Gondal Police)દ્વારા આઈપીસીની કલમ 323, 504 તેમજ જી પી એક્ટ ની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજદીપસિંહ સોલંકીના પિતા દિપસિંહ સોલંકી એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રાજદીપ સિંહ બપોરના 1 વાગ્યા આસપાસ અમારા ઘરે ધસી આવ્યો હતો. તેમજ વારસાઈ મકાન વેચી પૈસા આપવાની માંગ કરી હતી. જે બાબતે અમે દંપતીએના પાડતા રાજદીપસિંહ એ મને તથા મારા પત્ની વસંત બા ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી.આ પણ વાંચો : લીંબડી : માતાપિતા ચેતજો! 'સફેદ કલરની ગાડી આવી છોકરાને રૂમાલ સુંઘાડીને અંદર ખેચી લીધો'

તો બીજી તરફ સામાપક્ષે રાજદીપસિંહે પિતા દિલીપ સિંહ અને માતા વસંત બા વિરુદ્ધ માર મારી ઈજા પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે. રાજદીપ સિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'હું મારી પત્ની તથા પુત્રી સાથે પારસ રેસિડન્સીમાં માતા પિતાથી અલગ રહું છું. મને પાંચ મહિના પહેલા પેરાલિસિસનો હુમલો આવ્યો હતો જે બાબતે જામનગરના ડોક્ટરની દવા ચાલુ છે. મારે 10,000 રૂપિયાની જરૂર હતી જે રૂપિયાની માંગણી કરતા મારા માતા-પિતાએ મારી ઉપર હુમલો કરી મને ઈજા પહોંચાડી છે.'

આ પણ વાંચો : રાજકોટ : કૉંગ્રેસની મહિલા કાર્યકરના ઘરમાંથી ઝડપાયો આલિશાન 'બાર,' ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

આપણા સમાજમાં અનેક એવા અજીબો ગરીબ કિસ્સા સામે આવતા હોય છે જેમાં નવજાત શિશુને કોઈ કારણોસર તેના માતા-પિતા ત્યજી દેતા હોય છે. તો કેટલાક એવા પણ દંપતી હોય છે કે જેમને સંતાન ન થતાં તેઓ " જેટલા પથ્થર તેટલા દેવ " કહેવત પ્રમાણે માનતાઓ રાખતા હોય છે. તો બીજી તરફ રાજદીપ સિંહ જેવા સંતાનો માતા પિતાને વૃદ્ધાવસ્થામાં પણ જેલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે.
Published by:Jay Mishra
First published:February 22, 2021, 13:06 pm

ટૉપ ન્યૂઝ