Home /News /kutchh-saurastra /

રાજકોટ : શરણાઈના સૂર બદલાયા માતમમાં, પૌત્ર-વધુને આશિષ આપ્યા બાદ દાદાએ પકડી અનંતની વાટ

રાજકોટ : શરણાઈના સૂર બદલાયા માતમમાં, પૌત્ર-વધુને આશિષ આપ્યા બાદ દાદાએ પકડી અનંતની વાટ

મૃતક દાદાની ફાઇલ તસવીર

હજુ તો આગલી સાંજે જે ઘર માં શરણાઈના મધુર સૂર રેલાતા હતાં ઢોલ ના તાલે હૈયાઓ જે ઘરમાં ખુશીઓ થી ઝૂમતા હતા. તે ઘરમાં ગણતરીની કલાકો બાદ માતમ છવાઈ ગયો

રાજકોટ (Rajkot) જિલ્લાના ગોંડલ તાલુકાના રાજકોટ ગામે વહાલસોયા પૌત્ર અને તેની વધુને આશીર્વાદ આપ્યા ના બીજા દિવસે દાદાએ (Grandfather) અનંતની વાટ પકડી હોવાનો બનાવ સામે આવ્યો છે.આપણે ત્યાં એક કહેવત વર્ષોથી પ્રચલિત છે કે લોકોને મૂડી કરતા તેનું વ્યાજ વધુ વહાલું હોય છે.  એટલે કે વ્યક્તિને પોતાના દિકરા કરતા તેનું સંતાન પ્રમાણમાં ખૂબ વહાલો હોય છે. તેની પર તે ઠલવાઈ તેટલો પ્રેમ અને લાગણી આવતા હોય છે. ત્યારે ગોંડલ તાલુકાના શિવરાજ ગઢ ગામે રહેતા દાદાએ પરણીને આવેલા પૌત્ર તેમજ પૌત્રવધુ ને આશીર્વાદ આપી અનંતની વાટ પકડી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

હજુ તો આગલી સાંજે જે ઘર માં શરણાઈના મધુર સૂર રેલાતા હતાં ઢોલ ના તાલે હૈયાઓ જે ઘરમાં ખુશીઓ થી ઝૂમતા હતા. તે ઘરમાં ગણતરીની કલાકો બાદ માતમ છવાઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ પણ વાંચો : જામજોધપુર : રાજકોટના લવરમૂછિયાઓને 29 તોલા સોનાની ચોરી ભારે પડી, LCBએ ઉકેલ્યું રહસ્ય

આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day, થયો વિવાદ

મીડિયા સાથેની વાતચીતમાં ચંદ્રેશભાઇ પંડ્યા નામના સામાજીક કાર્યકરે જણાવ્યું હતું કે, કોરોના મહામારી ની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકાર ની ગાઈડલાઈન મુજબ ભત્રીજાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રામજનો માટે તેમજ સગાવહાલાઓ માટે માંડવાનો ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. તે ભોજન સમારંભમાં હાલની ઋતુ અનુસાર કેરીનો રસ પણ રાખવામાં આવ્યો હતો. જે ભોજન સમારંભમાં દાદા પેટ ભરીને રસ રોટલી જમ્યા હતા. બીજા દિવસે સવારે જાનમાં પરિવારના માત્ર 25 સભ્યો છે નીકળ્યા હતા જ્યારે કે ઘરના મોભી સમાન દાદા-દાદીએ નાના ભાઈ ઘરે રોકાયા હતા.

આ પણ વાંચો : નવસારી : પીકઅપ ડાલાની ટક્કરે આશાસ્પદ યુવકનું મૃત્યુ, મોતનો વિચલિત કરતો Live Video વાયરલ

યુગલની ફાઇલ


ત્યારે સાંજ વેળાએ વાજતે ગાજતે પરિવારના સભ્યો સાથે જાન પરત આવી હતી. આ સમયે દાદા-દાદીએ તેમજ નાના ભાઈએ નવદંપતીને હરખભેર આશીર્વાદ પણ આપ્યા હતા. બાદમાં વહેલી સવારે દાદાનું સ્ટ્રોકના કારણે મૃત્યુ નિપજ્યું હતું.જેના કારણે પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો.
Published by:Jay Mishra
First published:

Tags: Breaking News, Grandfather Death, Marriage, Rajkot News, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन