રાજકોટ : નર્સિંગની વિદ્યાર્થિનીએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી, કોવીડ હૉસ્પિટલમાં બજાવતી હતી ફરજ

રાજકોટ : નર્સિંગની વિદ્યાર્થિનીએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી, કોવીડ હૉસ્પિટલમાં બજાવતી હતી ફરજ
સુજાતાએ ઓનલાઇન અભ્યાસના કારણે તબિયત નાદુરસ્ત રહેતી હોવાની માતાને ફરિયાદ કરી હતી.

આપઘાત કરનાર વિદ્યાર્થિનીએ માતાને છેલ્લો કોલ કરી કહ્યું હતું કે, હું આવતી કાલે ઘરે આવી જઈશ પરંતુ માતાને ખબર નહોતી કે દીકરી નહીં પરંતુ દીકરીની લાશ ઘરે આવી પહોંચશે.

  • Share this:
રાજકોટ શહેરમાં ફરી એક વખત આપઘાતનો (Rajkot suicide) બનાવ સામે આવ્યો છે. આપઘાત કરનાર વિદ્યાર્થિનીએ માતાને છેલ્લો કોલ કરી કહ્યું હતું કે, હું આવતી કાલે ઘરે આવી જઈશ પરંતુ માતાને ખબર નહોતી કે દીકરી નહીં પરંતુ દીકરીની લાશ ઘરે આવી પહોંચશે. રાજકોટની એચ. એન. શુક્લા નર્સિંગ કોલેજના (Nursing Student Suicide) ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જોડિયાના લખતરની સુજાતા ચૌહાણે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

એચ.એન.શુક્લા કોલેજ માં નર્સિંગ ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી સુજાતા ચૌહાણ નામની યુવતી કોરોના ના કારણે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. તો સાથે જ નર્સિંગ નો ઓનલાઇન અભ્યાસ પણ કરતી હતી. ત્યારે સુજાતા એ આપઘાત કરતા પહેલા તેણી ની માતાને છેલ્લો કોલ કરી કહ્યું હતું કે, online અભ્યાસક્રમ તેમજ covid હોસ્પિટલમાં ફરજ બજાવવાના કારણે છેલ્લા ઘણા સમયથી મારી તબિયત પણ નાદુરસ્ત રહે છે જેના કારણે એક મહિનાની રજા મૂકીને હું ઘરે આવી જઈશ તેમજ મારી જગ્યાએ covid હોસ્પિટલમાં ફરજ પર કોઈ અન્ય નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીને ગોઠવી દઈશ.સાથી વિદ્યાર્થિનીઓએ સુજાતાને અંતિમ વિદાય આપી હતી


રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ પાસે આવેલ નર્સિંગ હોસ્ટેલમાં જ સુજાતા ચૌહાણ પોતાની રૂમ પાર્ટનર સોનુ બેન સાથે રહેતી હતી. ત્યારે નાઈટ ડ્યુટી હોવાના કારણે સુજાતા મંગળવારના રોજ દિવસ ભર રૂમ પર જ હતી. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પોતાની ડ્યુટી પૂર્ણ કરી રૂમ પર પરત આવેલા સોનું બહેને સૌ પ્રથમ રૂમ નો દરવાજો ખખડાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેમ છતાં સુજાતા એ દરવાજો ન ખૂલતાં સોનુ બહેને સુજાતા ને ફોન કર્યો હતો તેમ છતાં દરવાજો ન ખુલતા સોનુ બહેને અન્ય વિદ્યાર્થિનીઓ ને ફોન કરીને રૂમ પર બોલાવી હતી અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓએ એક સાથે દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા અંદરથી સ્ટોપર ખુલી જતા છતના હુક માં દુપટ્ટો બાંધેલી લટકતી હાલતમાં  સુજાતા ની લાશ સૌ કોઈએ જોઈ હતી.

આ પણ વાંચો : સોનાના ભાવમાં હળવી તેજી, ચાંદીમાં પણ ભાવ વધ્યા, જાણો શું છે આજે બજારની સ્થિતિ

ત્યારે સમગ્ર મામલાની જાણ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને પણ કરવામાં આવી હતી. તો સાથે જ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો રૂમ મેટ તેમજ સુજાતાની બહેનપણીઓ ના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી સુજાતાની લાશને સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમ ખાતે પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપવામાં આવી હતી.

સુજાતા કોવીડ હૉસ્પિટલમાં ફરજ બજાવવાની સાથે ઓનલાઇન અભ્યાસ પણ કરતી હતી.


તો બીજી તરફ દીકરી ના મૃત્યુ ના સમાચાર સાંભળતાની સાથે જ સુજાતા ચૌહાણ ના પિતા પ્રવીણભાઈ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ક્યા કારણોસર દીકરી એ આપઘાત કર્યો છે તે બાબતની અમને ખબર નથી. દીકરી એ આપઘાત પહેલા કોઇ ચિઠ્ઠી લખી નથી તેમજ આપઘાત કરતા પહેલાં ક્યારેય પણ તેને કોઈ પ્રકારનું દુઃખ છે કે કેમ તે અંગે અમને વાત નથી કરી. ત્યારે હાલ અમને કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ નથી.

વધુમાં સુજાતાના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરી પહેલેથી જ બહાર ભણતી હતી તે જીવનમાં કંઈક હાંસલ કરવા માંગતી હતી તે જલદીથી થાકી જાય હારી જાય તે પ્રકારનું તેનું વ્યક્તિત્વ નહોતું. ગઇકાલે પણ તેણે પોતાની માતા સાથે ફોનમાં વાતચીત કરી હતી ત્યારે દીકરીના આપઘાતના સમાચાર મળતા જ તમને સૌ કોઈને મોટો આઘાત પહોંચ્યો છે.

આ પણ વાંચો :  રાજકોટ : 10 વર્ષથી ઓરડીમાં 'કેદ' હતા વેલ એજ્યુકેટેડ ભાઈઓ-બહેન, અધોરી જેવી થઈ ગઈ હતી જટાઓ

પ્રવીણભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે સુજાતા થી મોટો ભાઈ ધોરણ 10 ભણીને હાલ મારી સાથે ખેતી કામ કરી રહ્યો છે સંતાનમાં બીજા નંબરે સુજાતા હતી જે હાલ નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી તો ત્રીજા નંબર મારે પુત્ર છે જે હાલ હરિવંદના કોલેજ માં બીબીએ નો અભ્યાસ કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે દિવસે ને દિવસે કોઈને કોઈ કારણોસર આજની યુવા પેઢીને આપઘાત કરી રહી છે પરંતુ આપઘાત એ કોઈપણ સમસ્યાનો કાયમી ઉકેલ નથી તે વાત આજની યુવાપેઢીએ બરાબર સમજવી પડશે.
Published by:Jay Mishra
First published:December 30, 2020, 13:15 pm

ટૉપ ન્યૂઝ