Home /News /kutchh-saurastra /

સૌરાષ્ટ્ર યુનિ.માં યુવતીની છેડતીનો મામલો, આક્ષેપિત પ્રોફેસર પર ફેંકાય શાહી

સૌરાષ્ટ્ર યુનિ.માં યુવતીની છેડતીનો મામલો, આક્ષેપિત પ્રોફેસર પર ફેંકાય શાહી

    હરીન માત્રાવડિયા, રાજકોટ

    રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. આ વખતે પીએચડીના ગાઇડ દ્વારા યુવતીની છેડતીની ફરિયાદ મળી હતી. સમગ્ર મામલે યુનિવર્સિટીમાં NSUI દ્વારા દેખાવો કરી જે પ્રોફેસર પર આરોપ લાગ્યો છે તેના પર શાહી ફેકી હતી.

    વિવાદોના ઘેરામાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વાર વિવાદમા સંપડાય છે. વધુ એક પીએચડી ગાઈડ દ્વારા તેની વિદ્યાર્થીની સાથે છેડતી કરી હોવાનુ સામે આવ્યુ છે. વિવાદ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્તાહર્તા દ્વારા ગાઇડને નોટિસ પાઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગાઇડ દ્વારા વિદ્યાર્થિનીની છેડતીની ઘટના બની ચૂકી છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ ચૂંટણી પહેલા મોદી સરકારે વચગાળાનાં બજેટમાં કરી આ 10 મહત્વની જાહેરાતો

    પ્રાપ્ત વિગત પ્રમાણે અર્થશાસ્ત્ર ભવનમાં પીએચડીની વિદ્યાર્થીની સાથે એસોસીએટ પ્રોફેસર ડો. રાકેશ જોશીએ છેડતી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે એસોસીએટ પ્રોફેસરને યુનિવર્સિટી દ્વારા નોટીસ પણ પાઠવવામા આવી છે. જો કે આ મામલે વિદ્યાર્થીનીના વાલી એ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા અનેક તર્ક વિતર્ક પણ સામે આવ્યા છે.

    બીજી બાજુ ઘટના સામે આવતા યુનિવર્સિટી દ્વારા એક સેલ્ફ ગાઈડલાઇન્સ પણ બહાર પાડવામાં આવી છે જેમા પ્રોફેસરો એ યુનિવર્સિટીના સમય દરમિયાન જ વિદ્યાર્થીઓ સાથે મળવું. તેમજ સોશિયલ મીડિયામાં વધુ વાત ન કરવી. જેવા જુદા જુદા મુદ્દાઓને ગાઈડલાઈનસમા સમાવિષ્ટ કરવામા આવ્યા છે.

    ઉલ્લેખનીચ છે કે આ પહેલા પણ સોરાષ્ટ્ર યુનિ.ના પીએચડી ગાઈડ નિલેશ પંચાલ દ્વારા એક વિદ્યાર્થીનીને છેડતી કર્યાની ઘટના સામે આવી હતી. જે બાદ તેમની ગાઈડશીપ પણ રદ્દ કરવામા આવી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: રાજકોટ

    આગામી સમાચાર