હવે સુધરી જજો, ડ્રોનમાં સ્પિકર લગાડી લોકડાઉનનું પાલન કરવા રાજકોટ પોલીસે આપી સૂચના


Updated: April 6, 2020, 6:54 PM IST
હવે સુધરી જજો, ડ્રોનમાં  સ્પિકર લગાડી લોકડાઉનનું પાલન કરવા રાજકોટ પોલીસે આપી સૂચના
રાજકોટ પોલીસ ડ્રોન સાથે

રાજકોટમાં હાલ બિન જરૂરી કોઈ પણ વાહનોની અવર જવર નથી થઇ રહી સાથેજ અમુક લોકો કોઈ કામ વગર અથવા ખુતું કામનું બહાનું બતાવી નીકળી રહ્યા છે. તેના પર પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે.

  • Share this:
રાજકોટઃ જે રીતે લોકડાઉનનો (Lockdown) સમય ચાલી રહ્યો છે આવા સમયે રાજકોટ પોલીસ હવે વધુ કડક બની છે. રાજકોટમાં (Rajkot) હાલ બિન જરૂરી કોઈ પણ વાહનોની અવર જવર નથી થઇ રહી સાથે જ અમુક લોકો કોઈ કામ વગર અથવા ખુતું કામનું બહાનું બતાવી નીકળી રહ્યા છે. તેના પર પણ પોલીસ (Police) કાર્યવાહી કરી રહી છે.

આ ઉપરાંત લોકડાઉનનો અમલ પણ પોલીસ કરાવાવા પ્રયત્ન કરી રહી છે. હજી ઘણા લોકો ઘર કે એપાર્ટમેન્ટના ધાબા પર બેઠા જોવા મળે છે તો અમુક લોકો શેરી કે મહોલ્લામાં ક્રિકેટ અથવા અન્ય ગેમ રમતા જોવા મળે છે. અને અમુક લોકો ઘર ભર ટોળું વળીને બેઠા હોઈ તેવા દ્રશ્યો ડ્રોનમાં કેદ થયા છે.

આ પણ વાંચોઃ-કોરોના સામેની લડાઈમાં બિઝનેસની તક મળી, માસ્ક બનાવીને મહિલાઓ કરી રહી છે તગડી કમાણી

પોલીસ 15 જેટલા અલગ અલગ ડ્રોનથી શહેરભરમાં નજર રાખી રહી છે ત્યારે હવે આજે રાજકોટ પોલીસ દ્વારા ડ્રોનમાં સ્પિકર લગાડવામાં આવ્યું છે અને આ સ્પિકર દ્વારા હવે લોકોને સુચના આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ-શાબાશ! અમદાવાદની સફાઈ કર્મચારીએ પાઈપાઈ ભેગી કરેલા બચતના રૂપિયા ગરીબો માટે પોલીસને આપી

ડ્રોન કેમેરામાં જે લોકો લોકડાઉનનો ઉલ્લંઘન કરતા નજરે પડે છે તેને સ્પિકરથી સુચના આપવામાં આવે છે આમ છતાં પણ લોકો નિયમ ભંગ કરે તો તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.આ પણ વાંચોઃ-covid-19 સામે લડવા માટે કયું રાજ્ય છે અવ્વલ અને કયું પાછળ? જાણો શું છે ગુજરાતની સ્થિતિ?

આજે રાજકોટ પોલીસ દ્વારા શહેરના પંચાયત ચોક ખાતે સ્પિકર લગાડેલા ડ્રોનનું ટેસ્ટીંગ હાથ ધાર્યું જેથી હવે આજથી શહેરના અન્ય ડ્રોનમાં પણ સ્પિકર લગાડી લોકો પર નજર રાખવાની સાથે તેને સુચના પણ આપવામાં આવશે.
First published: April 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading