Home /News /kutchh-saurastra /

શું રાજકોટમાં ખાખીનો ખૌફ ઓસરી ગયો? લુખ્ખા તત્વોએ જાહેરમાં જ મચાવ્યો આતંક, Video વાયરલ થયો

શું રાજકોટમાં ખાખીનો ખૌફ ઓસરી ગયો? લુખ્ખા તત્વોએ જાહેરમાં જ મચાવ્યો આતંક, Video વાયરલ થયો

રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ

Rajkot Crime News: રાજકોટ શહેરના લક્ષ્મીનગર શેરી નંબર-6માં રહેતા આદિત્ય વાઘેલાના ઘર પર મોડી રાત્રે આવારા તત્ત્વો દ્વારા દારૂની તેમજ સોડાની બોટલો ફેંકવામાં આવી હતી.

રાજકોટ: રાજકોટ શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ (Rajkot Law and order situation) કથળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાં જાણે કે આવારા અને લુખ્ખા તત્વો બેફામ બનીને પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવા એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. હવે રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન (Malviya Nagar Police Station) વિસ્તારમાં કેટલાક લુખ્ખા તત્વો દ્વારા આદિત્ય વાઘેલા (Aditya Vaghela)ના ઘર પર દારૂની બોટલો ફેંકી એક મહિલાને ઈજા પહોંચીને તોડફોડ કર્યાનો બનાવ બન્યો છે. સમગ્ર મામલે ઘટના બની ચૂક્યાના કલાકો બાદ પણ માલવિયાનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવી હોવાનું પીડિતે જણાવ્યું છે. સમગ્ર મામલે પીડિતે પોતાનો વીડિયો વાયરલ કરી ન્યાયની માગણી કરી છે.  ફરિયાદીના કહેવા પ્રમાણે છ મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં આ હુમલો થયો છે. પીડિતના કહેવા પ્રમાણે આ મામલે બંને પક્ષ વચ્ચે જે તે સમયે સમાધાન થઈ ગયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના લક્ષ્મીનગર શેરી નંબર-6માં રહેતા આદિત્ય વાઘેલાના ઘર પર મોડી રાત્રે આવારા તત્ત્વો દ્વારા દારૂની તેમજ સોડાની બોટલો ફેંકવામાં આવી હતી. જે બાબતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક શખ્સો જુદા જુદા ટુ-વ્હીલર પર આદિત્ય વાઘેલાના ઘર પાસે આવતા દેખાઈ રહ્યા છે.

ઘર પર કાચની બોટલો ફેંકી

વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કઇ રીતે આવારા તત્વો દ્વારા ઘર ઉપર બોટલોના ઘા કરવામાં આવી રહ્યા છે. તેમજ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ગાળો ભાંડવામાં આવી રહી છે. સમગ્ર મામલે પીડિતે માલવિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પીડિતે આક્ષેપ લગાવ્યો છે કે, માલવિયાનગર પોલીસે માત્ર અરજી લીધી હતી અને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.



આ પણ વાંચો: રાજકોટમાં ટ્રાફિક પોલીસ કે અધિકારીની હાજરી વગર જ વાહનોનું ટોઇંગ

પોલીસે કોઈ પગલાં ન લીધાનો પીડિતનો દાવો

મીડિયા સાથેની વાતચીતમાં પીડિતે જણાવ્યું હતું કે, સાત મહિના અગાઉ ગાડી અથડાવા બાબતે મારે લુખ્ખા તત્વો સાથે માથાકૂટ થઈ હતી. આ મામલે સમાધન થઈ ગયું હતું. ગઈકાલે રાત્રે 15 લોકો મારા ઘરે આવ્યા હતા અને અમારા પર હુમલો કર્યો હતો. હુમલામાં મારા મમ્મી અને કાકીને ઈજા પહોંચી છે. આ મામલે પોલીસે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, રાજકોટ, સીસીટીવી

આગામી સમાચાર