રાજકોટ મ.ન.પા.એ ફાયર સેફ્ટી મુદ્દે બે સ્કૂલને ફટકારી નોટીસ

News18 Gujarati
Updated: June 10, 2019, 2:46 PM IST
રાજકોટ મ.ન.પા.એ ફાયર સેફ્ટી મુદ્દે બે સ્કૂલને ફટકારી નોટીસ
રાજકોટ મહાનગરપાલિકા

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, શહેરમાં કાર્યરત્ત સ્કૂલ્સ અને કલાસીસમાં અભ્યાસ કરતા છાત્રોની સુરક્ષા અને સલામતી અંગે કોઈ બાંધછોડ કરવામાં નહિ આવે

  • Share this:
ફાયર સેફ્ટી મુદ્દે રાજકોટ મહાનગર પાલિકાએ લાલ આંખ કરી છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીની સુચનાથી આજે ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા શહેરના ટ્યુશન કલાસ અને સ્કુલમાં ફાયર સેફટી સિસ્ટમ અને તેના સાધનો છે કે કેમ તે અંગે ૩ કલાસીસ અને ૨ સ્કૂલની ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં રામાણી કલાસીસ, ગુરુપ્રસાદ ચોક, તથા પ્રાર્થના કલાસીસ, મવડી ફાયર સ્ટેશન પાસે, અને સી.એન.જી. કલાસીસમાં ફાયર સેફ્ટી સંદર્ભે આવશ્યક પગલાં લેવાયા હોવાનું જોવા મળ્યું હતું. જ્યારે મોદી સ્કૂલ અને વેલનોન કોલેજમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ઉપલબ્ધ ન હતી, માત્ર આગ બુઝાવવા માટેના બાટલા જ ઉપલબ્ધ હતા. આ હકીકત ધ્યાનમાં રાખી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા આ બંને સ્કૂલ્સને નોટીસ આપવામાં આવી છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, શહેરમાં કાર્યરત્ત સ્કૂલ્સ અને કલાસીસમાં અભ્યાસ કરતા છાત્રોની સુરક્ષા અને સલામતી અંગે કોઈ બાંધછોડ કરવામાં નહિ આવે અને રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ ડીપાર્ટમેન્ટ સાથે સંલગ્ન એવા આવશ્યક તમામ ધારાધોરણોનું ક્લાસ અને સ્કૂલ સંચાલકોએ પાલન કરવું પડશે.
First published: June 10, 2019, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading