રાજકોટ Positive સ્ટોરી! 'એક પણ દિવસ એવો નથી ગયો કે ઘરે આવીને મારી આંખનો ખુણો ભીનો ન થયો હોય'


Updated: October 14, 2020, 9:58 PM IST
રાજકોટ Positive સ્ટોરી! 'એક પણ દિવસ એવો નથી ગયો કે ઘરે આવીને મારી આંખનો ખુણો ભીનો ન થયો હોય'
અંતિમ વિધિ કરતા સ્ટાફની તસવીર

આ બધું તમને જણાવું છું તો અત્યારે પણ મારા હાથના રૂંવાટા ઉભા થઈ જાય છે અને આંખો સમક્ષ એ પરિવારજનોની યાદ તાજી થઈ ગઈ જેમણે તેમના સ્વજનોને કોરોનામાં ગુમાવ્યા છે.

  • Share this:
રાજકોટઃ 20 માર્ચથી કોરોના દર્દીઓની અંતિમ વિધિની (funeral) ક્રિયામાં સેનેટરી ઈન્સ્પેકટર (Sanitary Inspector) તરીકે કાર્યરત ત્યારથી લઈને આજ સુધી એવો એક પણ દિવસ નથી ગયો કે ઘરે આવીને મારી આંખનો ખુણો ભીનો ન થયો હોય. જેટલી પીડા અને તકલિફ દર્દીના પરિવારોને (corona patient family) થાય છે તેટલી જ અમને થતી હોય છે. માત્ર લોહીના સંબંધો હોય તો જ સાચી આત્મીયતા અનુભવાઈ તે જરૂરી નથી.

આ બધું તમને જણાવું છું તો અત્યારે પણ મારા હાથના રૂંવાટા ઉભા થઈ જાય છે અને આંખો સમક્ષ એ પરિવારજનોની યાદ તાજી થઈ ગઈ જેમણે તેમના સ્વજનોને કોરોનામાં ગુમાવ્યા છે. હવે તો બસ અલ્લાહ પાસે એ જ અરજ છે કે, કોરોના વાયરસ ખતમ થઈ જાય, અને જે લોકો સંક્રમિત થાય તે પણ જલ્દીથી સ્વસ્થ થઈ જાય." હદયને કંપાવતા આ શબ્દો છે શાહિલભાઈ પઠાણના. સર્જનહારે બનાવેલી આ સૃષ્ટિમાં કોઈ વસ્તુ શાશ્વત નથી.

જીવન-મરણના ચક્રમાંથી પસાર થતા દરેક મનુષ્યએ મૃત્યુ રૂપી સનાતન સત્યને સ્વીકારવું જ પડે છે. કોરોના વાયરસના કાળમુખા કાળમાં અનેક લોકોએ તેમના સ્નેહીજનોને ગુમાવ્યા છે. વાયરસની ગંભીરતા એવી કે કોરોનાને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિને તેમના સ્નેહીજનો સ્પર્શ પણ કરી શકતા નથી. ત્યારે અતિ સંવેદનશીલ અને જોખમી એવી અંતિમવિધિની ક્રિયામાં કોવીડ-19 હોસ્પિટલનો સ્ટાફ માર્ચ મહિનાથી પરિવારજનોની ભુમિકા અદા કરીને પોતાની ફરજ નિભાવી રહ્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ દિવાળી-નવરાત્રી પહેલા જ સોના-ચાંદીના ભાવમાં બોલાયો મોટો કડાકો, જાણો આજના નવા ભાવ, આગળ શું થશે?

દર્દીઓની અંતિમ વિધિની ક્રિયામાં 12 કલાક સુધી કામગીરી કરતા અને ખડેપગે હાજર રહેતા સેનેટરી ઈન્સ્પેકટર રાહુલભાઈ સોલંકીએ અનુભવ રજુ કરતાં કહ્યું હતું કે," માર્ચ મહિનાની શરૂઆતથી આ કામગીરી સાથે સંકળાયેલો છું. દેહ ત્યાગ કરેલા કોરોના દર્દીઓના મૃતદેહને સેનેટાઈઝ કરવો. તેમની કિંમતી વસ્તુઓને પ્લાસ્ટીકની બેગમાં નામ સાથે પેક કરીને તેમના સ્નેહીજનોને પરત કરવી. અંતિમ વિધિની આ ક્રિયામાં અમે સંક્રમિત ન થાય તેની તકેદારી રાખવી.

આ પણ વાંચોઃ-ગોધરાઃ પહેલા જ દિવસે માલિકે શરીરે માલિશ, સેક્સ માટે પાડી ફરજ, ઘરકામ કરવા આસામથી લવાયેલી યુવતીને બચાવાઈભારત સરકારની માર્ગદર્શિકાનું સમગ્ર પાલન કરીને તેમના ધાર્મિક વિધિવિધાન મુજબ અંતિમ સંસ્કાર કરવા સુધીનું આ કઠીન અને સંવેદનશીલ કાર્ય કરી રહ્યો છું."મારે બે મહિનાની દિકરી છે. મારા પિતાને ડાયાબીટીસ છે. શરૂઆતમાં તો શારિરીક થાક કરતાં માનસિક આઘાત બહુ લાગતો. આરામનો સમય ભોગવવાને બદલે અમે પાંચ મિનિટમાં જમીને ફરજને પ્રાધાન્યતા આપી છે.

આ પણ વાંચોઃ-જીવ બચાવવા માટે જંપ કરી કારના બોનેટ ઉપર ચડ્યો ટ્રાફિક પોલીસ, કાર સાથે 400 મિટર સુધી લટક્યો

એક તરફ દર્દીઓના સ્નેહીજનોનું દુ:ખ અને બીજી તરફ મારા પોતાના પરિવારજનોની પણ ચિંતા કે તેઓ મારા કારણે સંક્રમિત ન થાય. પરંતુ અલ્લાહની રહેમત છે કે અંતિમ વિધિની ક્રિયામાં જોડાયેલા સ્ટાફમાંથી કોઈ સંક્રમિત થયું નથી. અમે તકેદારીના પગલાઓનું ચૂસ્તપણે પાલન કરીએ છીએ. અમારા નોડલ ઓફિસર ડો. મહેન્દ્રભાઈ ચાવડા, ડો.એચ.એ.દુસારા, ડો.અલ્પાબેન જેઠવા, ડો. હર્ષાબેન પટેલ અને ડો. એ.જે.કાનાણીનો ભરપુર સહયોગ અને માર્ગદર્શન મળી રહે છે તેમ શાહીલભાઈએ જણાવ્યું હતું.મૃત્યૃ એ અંતિમ સત્ય છે તે જાણતા હોવા છતાં કોરોનાના કપરા સમયે જયારે પરીજનો પણ અંતિમ વિધિમાં ભાગ ન લઇ શકે તેવા સંજોગોમાં આ કાર્યને સુપેરે નિભાવતા કોવીડ હોસ્પિટલના આ તમામ કર્મયોગીઓ મૃતકના દેહની ધાર્મિક વિધિ અનુસાર અંતિમ વિધી કરીને ધાર્મિક એકત્વને ઉજાગર કરી રહયાં છે.
Published by: ankit patel
First published: October 14, 2020, 9:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading