રાજકોટ સિવિલમાં હવેથી મહિલા તબીબ રાતપાળી નહીં કરે, દુષ્કર્મની ઘટના બાદ નિર્ણય

News18 Gujarati
Updated: September 26, 2018, 8:55 AM IST
રાજકોટ સિવિલમાં હવેથી મહિલા તબીબ રાતપાળી નહીં કરે, દુષ્કર્મની ઘટના બાદ નિર્ણય
સચિનસિંઘ

ફેકલ્ટીને એવી સૂચના આપવામાં આવી છે કે સીનિયર ડોક્ટરો જૂનિયર ઠપકો આપી શકશે નહીં. તેમજ કોઈ પણ મહીલા તબીબને નાઇટ શિફ્ટ આપવી નહીં.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ

રાજકોટઃ સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા તબીબ પર દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ હોસ્પિટલમાં મહિલા તબીબ રાતપાળી નહીં કરે તેવો નિર્ણય મેડિકલ કોલેજના ડીન તરફથી લેવામાં આવ્યો છે. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી રેસિડેન્ટ ડોક્ટર પર દુષ્કર્મનો કેસ નોંધાયા બાદ નિર્ણય લેવાયો છે કે ગાયનેક વિભાગ સિવાય અન્ય કોઈ પણ વિભાગમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટરને નાઇટ શિફ્ટ નહીં આપવામાં આવે.

દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ મેડિકલ કોલેજના ડીન યોગેશનંદ ગોસ્વામીએ મહિલા તબીબોની સુરક્ષા સામે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને સુરક્ષા પૂરી પાડવાની વાત કરી હતી. મંગલવારે મેડિકલ કોલેજના ડીને તમામ ફેક્લટી સાથે એક બેઠક કરી હોવાની માહિતી પણ મળી છે. ફેકલ્ટીને એવી સૂચના આપવામાં આવી છે કે સીનિયર ડોક્ટરો જૂનિયર ઠપકો આપી શકશે નહીં. તેમજ કોઈ પણ મહીલા તબીબને નાઇટ શિફ્ટ આપવી નહીં.

Sachinsingh Rajkot Doctor
આરોપી ડોક્ટર સચિનસિંઘ


શું હતી ઘટના?

સિવિલ હોસ્પિટલમાં સીનિયર ડોક્ટરે જૂનિયર મહિલા તબીબ પર દુષ્કર્મ આચર્યાનો કેસ પોલીસ ચોપડે નોંધાયો છે. હોસ્પિટલના તંત્ર દ્વારા હાલ સચિનસિંઘ નામના ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ મામલે મહિલા તબીબે શનિવારે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ડોક્ટરની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આરોપી ડોક્ટર સચિનસિંઘ મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું માલુમ પડ્યું છે. મહિલા તબીબની ફરિયાદ પ્રમાણે ડોક્ટરે 30મી ઓગસ્ટના રોજ દુષ્કર્મ આચર્યું હતું. મહિલા ડોક્ટર સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ફરજ પર હતા ત્યારે ડો. સિંઘે તેનો ગેરફાયદો ઉઠાવતા તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે બીજી સપ્ટેમ્બરના રોજ મહિલા તબીબે સર્જરી વિભાગના વડા સમક્ષ ફરિયાદ પણ કરી હતી.

મહિલા ડોક્ટરની લેખિતમાં ફરિયાદ બાદ ત્રીજી સપ્ટેમ્બરના રોજ મેડિકલ કોલેજના તબીબોની એક બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન સચિનસિંઘે પોતાના ગુના અંગે મૌખિક કબૂલાત આપતા તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને હોસ્ટેલમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો હતો. બાદમાં યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદી ડોક્ટર રાજકોટ મેડિકલ કોલેજમાં સર્જરીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ફરિયાદ પ્રમાણે 28 વર્ષીય સીનિયર ડોક્ટરે બળજબરીથી સંબંધ બાંધ્યા બાદ આ વાત કોઈને કહેશે તો જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
Published by: Vinod Zankhaliya
First published: September 26, 2018, 8:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading