બાપ કરતા દીકરો સવાયો : જયેશ રાદડિયાના નેતૃત્વમાં રાજકોટ જિલ્લા બેંકની તમામ બેઠક બિન હરીફ


Updated: July 10, 2020, 6:10 PM IST
બાપ કરતા દીકરો સવાયો : જયેશ રાદડિયાના નેતૃત્વમાં રાજકોટ જિલ્લા બેંકની તમામ બેઠક બિન હરીફ
જયેશ રાદડિયા, વિઠ્ઠલ રાદડિયા (ફાઇલ તસવીર)

રાજકોટ જિલ્લા બેંકની તમામ 17 બેઠકો પર બિન હરીફ ચૂંટણી થવાનો ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો દાવો.

  • Share this:
રાજકોટ : આખરે રાજકોટ જિલ્લા બેંક (Rajkot District Co-operative Bank Ltd)ની ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ગઈકાલે 17 બેઠકો પૈકી બે બેઠક પર અન્ય ઉમેદવારોએ બળવો કરી ફોર્મ ભર્યા હતા. જોકે, ત્યારબાદ થયેલી વાટાઘાટ બાદ આખરે સમાધાન થયું હતું અને બેંકની સ્થાપનાથી આજ દિવસ સુધીમાં ક્યારે નથી બન્યું તેવું બન્યું છે. બેંકના ઇતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે એક પણ બેઠક પર ચૂંટણી (RDC Bank Election) નહીં યોજાય.

આજ રોજ બેંકની તમામ 17 બેઠકો પર બિન હરીફ ચૂંટણી થવાનો દાવો ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ કર્યો હતો. આ પહેલા રાજકોટ જિલ્લા ભાજપના બે જૂથ આમને સામને હતા અને તાલુકા બેઠક પર વિજય સખિયાએ નારાજગી વ્યક્ત કરી ફોર્મ ભર્યું હતું. જ્યારે સરાફી બેઠક પરથી યજ્ઞેશ જોશીએ ફોર્મ ભર્યું હતું.

આ પણ વાંચો : મોદી સરકારના કડક પગલાં બાદ ચીનની સેન્ટ્રલ બેંકે HDFCમાં પોતાનો હિસ્સો વેચ્યો!

જે બાદમાં બેંકના આગેવાનો, ચેરમેન અને નારાજગી વ્યક્ત કરનાર બંને ઉમેદવાર વચ્ચે બેઠક થઇ હતી. જેમાં સમાધાન થતા આગામી 13 તારીખના રોજ બંને ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જે બાદ સમગ્ર ચૂંટણી બિનહરીફ જાહેર કરવા નક્કી કરાયું છે. બેંકના એમ.ડી તરીકે ઘનશ્યામભાઇ ખાટરિયાનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

નીચે વીડિયોમાં જુઓ :  રાજકોટમાં ચાની કિટલીઓ બંધ થશે
ઉલ્લેખનીય છે કે પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાન બાદ પુત્ર જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રે રાદડિયા પરિવારનો દબદબો યથાવત રાખ્યો છે. તેમજ રાજકારણમાં પણ પોતાનું વર્ચસ્વ યથાવત રાખતા જિલ્લા બેંકની ચૂંટણીના ઇતિહાસમાં ક્યારેય પણ ન સર્જાયેલી ઘટનાને તેમણે પોતાએ અંજામ સુધી પહોંચાડી છે. આ ઘટનાને જોઈને લોકો કહી રહ્યા છે કે જયેશ રાદડિયા પોતાના પિતા વિઠ્ઠલ રાદડિયા કરતાં પણ સહકારી ક્ષેત્રે સવાયા સાબિત થયા છે.
Published by: Vinod Zankhaliya
First published: July 10, 2020, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading