રાજકોટ : રાત્રિ કર્ફ્યૂમાં સોસાયટીમાં એકઠાં થનારા લોકો ચેતજો! પોલીસ CCTV ચેક કરશે, થશે કાર્યવાહી

રાજકોટ : રાત્રિ કર્ફ્યૂમાં સોસાયટીમાં એકઠાં થનારા લોકો ચેતજો! પોલીસ CCTV ચેક કરશે, થશે કાર્યવાહી
રાજકોટમાં પોલીસ નાઇટ કર્ફ્યૂ ભંગની કાર્યવાહી કરવા માટે સોસાયટીના સીસીટીવી ચેક કરશે.

રાજકોટ શહેર પોલીસ સતત અંતરિયાળ સોસાયટીમા વધુમા વધુ પેટ્રોલીંગ તેમજ ખાનગી રીતે તપાસ કરી આ રીતે કર્ફયૂ ભંગ કરનાર વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

  • Share this:
હાલમા કોરોનાવાયરસ (coronavirus) મહામારીનુ સંક્રમણ બેકાબૂ બન્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજયના 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં (Night Curfew) આવ્યો છે. આ સંદર્ભમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકે તે માટે સરકાર દ્વારા જાહેર કરવામા આવેલ માર્ગદર્શીકા તથા કર્ફયુનૂ ચુસ્તપણે પાલન કરાવવા તમામ પ્રયાસો કરવામા આવી રહ્યું છે છે. જોકે, સંક્રમણની રફતારને જોતા હવે પોલીસ કડકાઈથી વર્તશે. પોલીસ રાત્રિ દરમિયાન સોસાયટીમાં એકઠાં થતા અને ટોળે વળતા કે નાઇટ વૉકિંગ માટે બહાર નીકળતા લોકો સામે પણ કાર્યવાહી કરશે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા હાલમા કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા સરકારની માર્ગદર્શીકાનુ પાલન નહી કરનાર તથા કર્ફયૂ ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી રહી છે તેમ છતા ઘણા લોકો અંતરયિયાળ સોસાયટીઓમા સોસાયટી વિસ્તારમાં કર્ફયૂ સમય દરમ્યાન વોકીંગ કરતા, એકઠા થઇ બેસતા લોકો જોવા મળી રહ્યા છે. આ લોકો વિરૂધ્ધ પણ રાજકોટ શહેર પોલીસ સતત અંતરિયાળ સોસાયટીમા વધુમા વધુ પેટ્રોલીંગ તેમજ ખાનગી રીતે તપાસ કરી આ રીતે કર્ફયૂ ભંગ કરનાર વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.તેમજ સોસાયટીમા લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરી અને કર્ફયૂ ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા સતત માઇક્રો કન્ટેનમૅન્ટ ઝૉન વિસ્તારમા વૉચ રાખવામા આવી રહી છે જેમા કવૉરન્ટાઇન થયેલ લોકો કવૉરન્ટાઇન નિયમનો ભંગ કરતા મળી આવે છે અને જે અંગે કુલ 20 કરતા વધુ વ્યકિતઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ફાઇલ તસવીર


આ પણ વાંચો : અમદાવાદ : અમરાઈવાડીમાં યુવકની જાહેરમાં થઈ હતી હત્યા, ઘટનાના CCTV સામે આવ્યા

જેથી સોસાયટી, એપાર્ટમેન્ટ વિસ્તારમા કોરોના સંક્રમીત થયેલ દર્દી તથા તેના સંપર્કમાં આવેલ કવૉરન્ટાઇન થયેલા વ્યકિતઓ જે માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરે તે માટે સોસાયટીના પ્રમુખો તથા આગેવાનોએ જાગૃત થઇ અને આવા વ્યકિતઓ નિયમ ભંગ કરે તો પોલીસ કંટ્રોલ રૂમ તથા વહીવટી તંત્રનો સંપર્ક કરી માહિતી જણાવવી તેમજ સંક્રમીત દર્દી કે કવૉરન્ટાઇન થયેલ વ્યકિત નિયમ ભંગ કરે તો તેના ફોટા પાડી રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે મો.નંબર 7575033447 ઉપર વોટસએપ થી ફોટા મોકલી આપવા જેથી પોલીસ દ્વારા માહિતી મોકલનાર વ્યકિતની માહિતી ગુપ્ત રાખી નિયમ ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

પોલીસે કોવીડ ગાઇડલાઇનનો ભંગ કરનારા લોકો સામે આંખ લાલ કરી

હાલમા કોરોના વાયરસનુ સંક્રમણ ખુબજ વધવા પામેલ હોય જે સમયે પણ ઘણા લોકો જાહેર જીવનમા બેદરકારી દાખવી પોતે તથા પોતાના પરિવારને જોખમમા મુકતા હોવાનું ધ્યાને આવ્યું છે.

આ પણ વાંચો : રાજકોટ : 'આને કહેવાય ચમત્કાર,' યુવકે 11માં માળેથી લગાવી મોતની છલાંગ, નસીબમાં જિંદગી હતી

જેમા તા.14મી એપ્રિલના ના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કુલ-201 કેસ, સોશ્યલ ડિસ્ટન્સીંગ ભંગના કુલ - 29 કેસ, જાહેરમા માસ્ક નહી પહેરવા અંગે કુલ 905 વ્યકિતઓને કુલ રૂ.9,05,000/ નો દંડ થતા તથા જાહેરમા થુકવા બદલ કુલ 28 વ્યકિતઓને કુલ રૂ.14000/- નો દંડ કરવામા આવેલ છે તેમજ કર્ફયૂ ભંગના કુલ 128 કેસો કરવામા આવ્યા છે. જેમા રાજકોટ શહેર પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ કર્ફયૂનું ચુસ્પણે પાલન કરાવવામાં આવી રહેલ છે જેમા ક્રાઇમ બ્રાન્ચ દ્વચારા કર્ફયુ ભંગના કુલ 15 કેસો કરવામા આવેલ છે.
Published by:Jay Mishra
First published:April 15, 2021, 16:10 pm