Home /News /kutchh-saurastra /રાજકોટ : મરી પરવારી માનવતા, કચરામાં પડેલી કાળી કોથળીમાંથી મળ્યું નવજાત બાળ

રાજકોટ : મરી પરવારી માનવતા, કચરામાં પડેલી કાળી કોથળીમાંથી મળ્યું નવજાત બાળ

ભક્તિનગર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

શહેરમાં માનવતા મરી પરવારી હોય તે પ્રકારનો એક ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ (Rajkot) શહેરના જંગલેશ્વરમાં આર.એમ.સીની ટીપરવાન માંથી કચરો અલગ કરતા નવજાત શિશુ (Newborn baby) મળી આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

રાજકોટ:શહેરમાં માનવતા મરી પરવારી હોય તે પ્રકારનો એક ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ (Rajkot) શહેરના જંગલેશ્વરમાં આર.એમ.સીની ટીપરવાન માંથી કચરો અલગ કરતા નવજાત શિશુ (Newborn baby) મળી આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે (Police) ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર જંગલેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી નંબર સાત હુસેની ચોકથી આગળ કનૈયા ચોક પાસે ટીપર વાનના ચાલક તથા હેલ્પર જીવણભાઈ સાગઠીયા કચરો અલગ કરી રહ્યા હતા. ત્યારે એક કાળા કલરની પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી. જે પ્લાસ્ટિકની કોથળી (Plastic bag)માંથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ દ્વારા બાળકની માતાને શોધવા બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી બાળકની જનેતા વિશે કોઈ ચોક્કસ કડી મળી શકી નથી. તેમજ પ્લાસ્ટિકની કોથળી ઉપર કોઈ સિમ્બોલ કે નિશાન જણાઈ આવ્યું નથી.

અગાઉ પણં રાજકોટમાં બની આવી ક્રુત ઘટના

ઉલ્લેખનીય છે કે, બે મહિના પૂર્વે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના ખીજડીયા ગામે એક નવજાત બાળકી અવાવરુ જગ્યાએથી મળી આવી હતી. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા બાળકીને જન્મ આપનાર માતા તેમજ તેના નાના નાની વિરૂદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓ જામીન પર છૂટી ગયા હતા. પોલીસની પૂછપરછમાં બાળકીને જન્મ આપનાર માતાએ તેની સાથે કોઈ અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી; પાલનપુરમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ ખાબક્યો

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જે જગ્યાએ બાળકી મળી આવી હતી તેનાથી થોડે દૂર લોહી વાળા પગ ચિન્હો પણ શોધી કાઢવામાં આવ્યા હતા. તેના પરથી બાળકી નો જન્મ થોડાક કલાક પહેલા થયો હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું. તો સાથે જ આજુબાજુના રહેતા લોકોની પૂછપરછ તેમજ વૈજ્ઞાનિક તપાસના આધારે પોલીસ બાળકીને જન્મ આપનાર માતા તેમજ તેના પરિવારજનો સુધી પહોંચી શકી હતી.
Published by:kuldipsinh barot
First published:

Tags: Newborn baby, Rajkot News, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन